મેઈડ ઈન ઈન્ડિયા સેમિકંડકટર ચીપ લોન્ચ કરતા PM મોદીએ કહ્યું, આ આજનો ડિજિટલ ડાયમંડ
ભારતને વિકસિત થતા કોઇ નહી રોકી શકે.. ટેરિફ વોર વચ્ચે ઙખનો ટ્રમ્પને સંદેશ પીએમ નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે SEMICON INDIA-2025નું ઉદ્ઘાટન કર્યું. આ ભારતનો સૌથી મોટો સેમિક્ધડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ શો છે. પીએમ નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે એપ્રિલ-જૂનમાં ભારતીય અર્થતંત્રે 7.8 ટકાના વિકાસ સાથે બધી અપેક્ષાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું. તેમણે કહ્યું કે, વિશ્વને ભારત પર વિશ્વાસ છે, ભારતમાં વિશ્વાસ રાખે છે અને ભારત સાથે સેમિક્ધડક્ટરનું ભવિષ્ય બનાવવા માટે તૈયાર છે.
પીએમ મોદીએ કહ્યું કે એકવાર ફરી ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ છે. એક તરફ દુનિયાભરની ઇકોનોમીમાં ચિંતા છે. આર્થિત સ્વાર્થથી ઉભી થયેલા પડકારો છે તેવા માહોલમાં ભારતે 7.8 ટકાનો ગ્રોથ હાંસલ કર્યો છે. આ ગ્રોથ દરેક સેક્ટરમાં છે. ભારત જે તેજીથી ગ્રો કરી રહ્યુ છે તે જોતા નવી ઉર્જાનો સંચાર થયો છે.પીએમ મોદીએ કહ્યું કે ભારતને વિકસિત થતા કોઇ નહી રોકી શકે. ભલે ભારતનો વિકાસ થવાનું થોડુ મોડુ શરૂૂ થયું.
સેમિકોન ઇન્ડિયા 2025માં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત હવે બેકએન્ડથી આગળ વધીને ફુલ-સ્ટેક સેમિક્ધડક્ટર રાષ્ટ્ર બની રહ્યું છે. તે દિવસ દૂર નથી જ્યારે ભારતની સૌથી નાની ચિપ વિશ્વમાં સૌથી મોટો પરિવર્તન લાવશે. આપણી સફર મોડી શરૂૂ થઈ હતી, પરંતુ હવે આપણને કંઈ રોકી શકશે નહીં. આ સમારોહમાં કેન્દ્રીય ઇલેકટ્રોનિકસ અને માહિતી ટીમોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે મોદીને 4 મંજુર થયેલા પ્રોજેકટમાંથી વિક્રમ-32 બીટ પ્રોસેસર અને ટેસ્ટ રજુ કરી હતી.પ્રતીકાત્મક સરખામણીમાં, મોદીએ 20મી સદીમાં ઊર્જા અને ડિજિટલ યુગમાં સેમિક્ધડક્ટર વચ્ચે સમાનતા દર્શાવી. તેલ કાળું સોનું હતું, પરંતુ ચિપ્સ ડિજિટલ હીરા છે, તેમણે કહ્યું. નસ્ત્રતેલે આપણી પાછલી સદીને આકાર આપ્યો છે. સેમિક્ધડક્ટર ચિપ્સ 21મી સદીનું પાવરહાઉસ છે.
તેમણે નોંધ્યું કે વૈશ્વિક સેમિક્ધડક્ટર બજાર પહેલાથી જ 600 બિલિયન સુધી પહોંચી ગયું છે અને આગામી વર્ષોમાં 1 ટ્રિલિયનને પાર કરવાની અપેક્ષા છે. ભારતની પ્રગતિની ગતિને જોતાં, મોદીએ કહ્યું કે દેશ આ ટ્રિલિયન-ડોલર ઉદ્યોગને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.