રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોડે સુધી જાગનારાનું મગજ વધારે તેજ: અભ્યાસ

03:58 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

26000થી વધુ લોકો પર અભ્યાસનું તારણ, 7થી 9 કલાકની ઊઘ મગજ માટે સારી પણ મોડે સુધી જાગનારાની કોગ્નિટીવ સ્કિલ વધુ સારી

વહેલા સૂઇ જવું કે મોડા સૂઇ જવું અથવા તો વહેલા કે મોડા ઉઠવુંએ માણસની આદત પર આધારિત છે. કયારેક જીવન ઘરેડ જ એવું ગોઠવાયેલું હોય છે કે લોકોએ મોડા સુધી જાગવું પડે છે કેટલાક માટે આદત પણ હોય છે.
એક સ્ટડીમાં સાબીત થયું છે કે માણસની ક્રોનો ટાઇપ પોતાની જનરલ કોગ્નિટિવ સ્કિલ્સને પ્રભાવિત કરે છે. રાતે મોડે સુધી જાગનારાના સંજ્ઞાાનાત્મક પ્રદર્શન સામાન્ય રીતે સવારે જલદી ઉઠનારાની સરખામણીમાં વધારે હોય છે.

બીએમજે પબ્લિક હેલ્થ જર્નલ જુલાઇ 2024માં પ્રકાશિત માહિતી અનુસાર બ્રિટનમાં સ્ટડીના હેતુંથી 26000થી વધુ લોકોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેમણે અનેક કોગ્નેટિવ ટેસ્ટ લેવામાં આવ્યા હતા.
આ ટેસ્ટનો ઉદ્દેશ ઉંઘના જુદા જુદા પ્રકાર, સમય સીમા, પેટર્ન અને ગુણવત્તા,માનસિક એકાગ્રતા પર કેવી અસર કરે છે તે જોવાનો હતો. રાતે 7 થી 9 કલાકની ઉંઘ મગજ સારી રીતે કામ કરે તે માટે સારી છે. જો એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે વ્યકિતનો ક્રોનોટાઇપ પણ ખૂબ અસર કરે છે.

વ્યકિતના ક્રોનોટાઇપ આનુવાંશિકતાથી પ્રભાવિત હોય છે.ક્રોનોટાઇપ ઉંઘ તેમજ સમગ્ર દિવસની કામગીરી અને પ્રવૃતિને અસર કરે છે.કોઇના કુદરતી ક્રોનોટાઇપને અનુકૂલન કરવાથી ઉંઘની ગુણવત્તા, ઉર્જા અને મૂડમાં સુધારો થાય છે. બ્રિટનના ઇમ્પીરિયલ કોલેજ લંડનના રાઇટર રાહાવેસ્ટના જણાવ્યા મુજબ સાંજના સમયે સ્વભાવિક રીતે જ વધુ સક્રિય રહેનારાએ કોગ્નિટિવ ટેસ્ટસમાં સવારે જલદી ઉઠનારાની સરખામણીમાં વધારે બહેતર હતા.
આ ક્રોનોટાઇપ આપણા ક્રોગ્નિટિવ ફંકશન પર પ્રભાવ પાડે છે. જો કે એવું પણ નથી કે સવારે ઉઠનારા તમામનું સંજ્ઞાાનાત્મક પ્રદર્શન ખરાબ હોય છે એવું પણ નથી. આ પરીણામો સમગ્ર ટ્રેંડને દર્શાવે છે.

સામાન્ય રીતે મોટા ભાગના સાંજે કે રાત્રે કોગ્નિશન કેટેગરીમાં વધારે હોય છે.બીજો પક્ષ એ પણ છે કે ક્રોનોટાઇપ પથ્થરની લકિર પણ નથી. આપ કોઇ પણ રીતે અનુકૂલન સાધીને રહી શકો છો. ક્રોનોટાઇપ્સ પણ સ્થાઇ હોતા નથી તે આપણા જીવન દરમિયાન બદલાતા રહે છે.

Tags :
Healthhealth careindia newssharper brainStudy
Advertisement
Next Article
Advertisement