ચૂંટણી બોન્ડની વિગતો રોકવા છેલ્લી ઘડીના હવાતિયાં: પ્રેસિડેન્શિયલ રેફરન્સની માગણી
- સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને મુર્મુને પત્ર લખી રાષ્ટ્રપતિ તરીકે રેફરન્સ લેવા અનુરોધ કર્યો
સુપ્રીમ કોર્ટની ચીમકી પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)એ ચુંટણી પંચને ચુંટણી બોન્ડ સંબંધી વિગતો ગઇસાંજે આપી દીધી છે. પણ ચુંટણી પંચ એ માહિતી સાર્વજનિક ન કરે તે માટે છેલ્લી ઘડીના હવાતિયા શરૂ થયા છે. ચુંટણી પંચને આ વિગતો 15 માર્ચ સુધીમાં સાર્વજનિક કરવા આદેશ થયો છે.
ઓલ ઇન્ડીયા બાર એસોસીએશને આદિશ સી. અગ્રવાલની આગેવાની નીચે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખી તેમને સર્વોચ્ચ અદાલતના ચુકાદા સામે રાષ્ટ્રપતિનો સંદર્ભ (પ્રેસિડેન્સીયલ રેફરન્સ) લેવા વિનંતી કરી છે. બાર સંસ્થાઓના નેતાએ પત્રમાં રાજકીય પક્ષોને ચુંટણી બોન્ડ દ્વારા દાન આપનાા કોર્પોરેરોની ચિંતાઓ ટાંકી જણાવ્યું હતું કે પ્રેસિડેન્શિયલ રેફરન્સ દ્વારા સુપ્રીમના આદેશની સમીક્ષા થઇ શકે છે અને દેશની સંસદ, રાજકીય પક્ષો અને સામાન્ય જનતાને ન્યાય મળી શકે.
બારની દલીલ મુજબ આવી સંવેદનશીલ માહિતી જાહેર કરવાથી, તે પણ પાછલી દૃષ્ટિએ, કોર્પોરેટ દાન અને લોકશાહી પ્રક્રિયામાં સહભાગિતામાં અવળી અસરમાં પરિણમશે. જે પક્ષોએ તેમની પાસેથી ઓછું યોગદાન મેળવ્યું હતું, અને સતામણી કરવામાં આવી હોય તો તે પક્ષો દ્વારા તેમને અલગ પાડવામાં આવે તેવી શક્યતાને નકારી શકાય નહીં. કોર્પોરેટ્સના નામ અને વિવિધ પક્ષોમાં તેમના યોગદાનની રકમ જાહેર કરવામાં આવી છે. આ તેમના સ્વૈચ્છિક યોગદાનને સ્વીકારતી વખતે તેમને આપેલા વચનને વળગી રહેવું જોઇએ.ભારતીય બંધારણના અનુચ્છેદ 143 મુજબ, કાયદા અથવા તથ્યનો પ્રશ્ન ઊભો થાય તો રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની સત્તા છે.