For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બજારમાં નકલી 500ની નોટોનો મોટો જથ્થો ફરે છે: ગૃહ મંત્રાલયનું હાઇ એલર્ટ

06:16 PM Apr 22, 2025 IST | Bhumika
બજારમાં નકલી 500ની નોટોનો મોટો જથ્થો ફરે છે  ગૃહ મંત્રાલયનું હાઇ એલર્ટ

બજારમાં રૂૂપિયા 500ની નકલી નોટ આવી છે, જે બિલકુલ અસલી જેવી જ દેખાય છે. આ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ગૃહ મંત્રાલયે DRI, FIU, CBI, NIA, SEBI સહિતની તમામ એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે. નકલી નોટો ગુણવત્તા અને પ્રિન્ટની દ્રષ્ટિએ અસલી નોટો જેવી જ હોય છે, જેના કારણે તેને ઓળખવી મુશ્કેલ બને છે. તેનો રંગ અને ટેક્સચર પણ અસલી નોટો જેવા જ છે.

Advertisement

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ નોટોમાં એક સૂક્ષ્મ પરંતુ નોંધપાત્ર ભૂલ છે -‘RESERVE BANK OF INDIAમાં RESERVE નો સ્પેલિંગ ખોટો છે. અસલી નોટ પર “E” લખેલું છે, જ્યારે નકલી નોટ પર ભૂલથી A લખેલું છે.

કાગળનો રંગ, પ્રિન્ટ અને ગુણવત્તા મૂળ નોટો સાથે નજીકથી મળતી આવે છે, જેના કારણે સામાન્ય માણસ માટે તેને ઓળખવાનું મુશ્કેલ બને છે. એજન્સીઓનું માનવું છે કે આ નકલી નોટોનો મોટો જથ્થો બજારમાં આવી ચૂક્યો છે.

Advertisement

એજન્સીઓને ચેતવણી આપી છે કે નકલી નોટોનો મોટો ક્ધસાઈનમેન્ટ બજારમાં પહોંચી ચૂક્યું છે. તેથી અધિકારીઓએ નાગરિકો અને સંસ્થાઓને સાવચેત રહેવા અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે બજારમાં કેટલી નકલી નોટો ફરતી છે તે જાણવું કોઈપણ એજન્સી માટે શક્ય નથી. આ જ કારણ છે કે ગૃહ મંત્રાલય આને લઈને ખૂબ જ ચિંતિત છે અને લોકોને સતર્ક રહેવા માટે પણ કહ્યું છે.
સરકારે બેંકો અને નાણાકીય સંસ્થાઓને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે. દરેકને નોટો સ્કેન કરવા માટે મશીનો આપવામાં આવ્યા છે અને કોઈપણ શંકાસ્પદ ચલણની જાણ તરત જ તપાસ એજન્સીઓને કરવા માટે કહેવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement