For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી, 5ના મોત, હજુ ઘણાં શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા

01:19 PM Sep 10, 2024 IST | Bhumika
કેદારનાથ હાઈવે પર ભૂસ્ખલનથી તબાહી  5ના મોત  હજુ ઘણાં શ્રદ્ધાળુઓ દબાયા હોવાની આશંકા
Advertisement

ઉત્તરાખંડના કેદારનાથ નેશનલ હાઈવે પર મોટી દુર્ઘટના ઘટી છે. કેદારનાથ નેશનલ હાઈવે પરકેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ-મુંકટિયા વચ્ચે ભૂસ્ખલન થતાં પાંચ લોકોના મોત થયા છે. અને 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જો કે, અન્ય ઘણાં શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. હાલ સ્થાનિક વહીવટીતંત્ર, NDRF અને SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે.

મળતી માહિતી અનુસાર SDRF, NDRF અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે.

Advertisement

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માતના દુઃખદ સમાચાર મળતાં શોક વ્યક્ત કર્યો છે. તેમણે 'X' પર લખ્યું કે, 'સોનપ્રયાગ-મુંકટિયા (રુદ્રપ્રયાગ) વચ્ચે ભૂસ્ખલનના કારણે કેટલાક મુસાફરો દટાયા છે. હું પોતે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. હું મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરું છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.'

Advertisement
Tags :
Advertisement
Advertisement