કેદારનાથ નેશનલ હાઇવે પર ભૂસ્ખલન, એકનું મોત
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ જવાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની છે. કેદારનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુપ્તકાશી નજીક કુંડ સ્થળે થયું તે ભૂસ્ખલનમાં એક વાહન કાટમાળ નીચે ફસાઈ ગયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતક રાજેશ સિંહ તેહરી ગઢવાલ જિલ્લાના લંબગાંવનો રહેવાસી હતો અને તે વાહન ડ્રાઇવર તરીકે છત્તીસગઢથી યાત્રાળુઓને કેદારનાથ લઈ જઈ રહ્યો હતો.
અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિ ડ્રાઇવર હતો. જેની ઓળખ ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના લંબગાંવના રહેવાસી રાજેશ સિંહ રાવત (38) તરીકે થઈ છે, જે છત્તીસગઢથી તીર્થયાત્રીઓ સાથે કેદારનાથ આવ્યા હતા.અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકો છત્તીસગઢના દુર્ગ જિલ્લાના રહેવાસી છે, જેમની ઉંમર 19 થી 25 વર્ષની વચ્ચે છે.
આ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને SDRF ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી અને ઘાયલ યુવાનોને વાહનમાંથી બહાર કાઢીને નજીકની અગસ્ત્યમુનિ હોસ્પિટલમાં લઈ ગયા.અધિકારીઓએ લોકોને ખરાબ હવામાન અને ભૂસ્ખલનના જોખમને ધ્યાનમાં રાખીને સાવધન રહેવા અને સરકારની સલાહનું પાલન કરવા વિનંતી કરી છે.