રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુંબઈના ગેટ-વે ઓફ ઈન્ડિયા સુધી કુવૈતી બોટ પહોંચી ગઈ: 26/11ની ઘટના તાજી થઈ

11:27 AM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

બોટમાં ત્રણ ભારતીય માછીમારો હોવાથી હાશકારો, પણ સમુદ્રની સુરક્ષામાં છીડું પુરવાર

Advertisement

ગઈકાલે અરબી સમુદ્રમાં ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક શંકાસ્પદ બોટ જોવા મળતાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની દરિયાઈ પેટ્રોલિંગ પોલીસ તરત જ સક્રિય થઈ ગઈ અને બોટને જપ્ત કરી લીધી. બોટમાં ત્રણ ભારતીયો હતા જેઓ તમિલનાડુના માછીમારો છે. પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ પૂછપરછ હાથ ધરી છે. જોકે, ત્રણેય પાસેથી કોઈ હથિયારો મળ્યા ન હોવાથી પોલીસે કોઈ આતંકવાદી ઘટનાની શક્યતા નકારી કાઢી છે. પ્રશ્ન ચોક્કસપણે ઉભો થાય છે કે કુવૈતી બોટ દરિયાઈ સુરક્ષા તોડીને ગેટવે ઓફ ઈન્ડિયા સુધી કેવી રીતે પહોંચી?

પોલીસના જણાવ્યા અનુસાર બીચથી થોડે દૂર અરબી સમુદ્રમાં થોડી હિલચાલ જોવા મળી હતી. વોચ ટાવર પરથી જાણવા મળ્યું કે એક શંકાસ્પદ બોટ ભારતીય જળસીમામાં પ્રવેશી હતી. મુંબઈ પોલીસની પેટ્રોલિંગ ટીમે બોટને અટકાવી અને ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી કોલાબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી. પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરીનો કેસ નોંધી શકમંદોની પૂછપરછ શરૂૂ કરી છે.

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે એક શંકાસ્પદ બોટની શોધથી 26/11ના આતંકવાદી હુમલાની યાદો તાજી થઈ ગઈ. મામલો ગંભીર હોવાથી ભારતીય નેવી, કોસ્ટ ગાર્ડ અને કોસ્ટલ પોલીસની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી હતી. પરંતુ, આ ઘટનાથી અનેક સવાલો ઉભા થયા છે. ઉદાહરણ તરીકે, શકમંદોએ કુવૈતી સરહદ કેવી રીતે ઓળંગી અને મુંબઈના સૌથી સંવેદનશીલ વિસ્તારો પૈકીના એક સાસૂન ડોક કોમ્પ્લેક્સ સુધી પહોંચવા માટે બોટ કેવી રીતે લીધી.
પ્રશ્ન એ પણ છે કે તેઓ દક્ષિણ ભારતના દરિયા કિનારે જવાને બદલે ગેટવે ઓફ ઈન્ડિયા પર કેમ આવ્યા? પોલીસ એક પછી એક તમામ પાસાઓની તપાસ કરી રહી છે. તમિલનાડુ પોલીસ દ્વારા તેના પરિવારજનોનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે.

Tags :
indiaindia newsMumbaiMumbai news
Advertisement
Next Article
Advertisement