For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોલકાતા મેડિકલ કોલેજ-છાત્રોની છાવણીમાં તોડફોડ

11:37 AM Aug 16, 2024 IST | admin
કોલકાતા મેડિકલ કોલેજ છાત્રોની છાવણીમાં તોડફોડ

પશ્ચિમ બંગાળમાં તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને લોકોની હવે ધીરજ ખૂટી છે. બુધવારે મધ્યરાત્રિએ, કોલકાતાની આરજીકાર મેડિકલ કોલેજમાં આવી એક ઘટના બની, જેણે ડોક્ટરો, દર્દીઓ અને સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂક્યા. વિરોધીઓના વેશમાં આવેલા બદમાશો મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોસ્પિટલમાં એક કલાક સુધી હોબાળો થયો હતો.

Advertisement

પોલીસ બેરીકેટ્સ તોડીને કેમ્પસમાં તોડફોડ કરી હતી અને ફરજ પરના કર્મચારીઓને પણ માર માર્યો હતો. તેઓ હોસ્પિટલના દરવાજા, બારીઓ, પથારી, તબીબી સાધનો..
જે પણ તેમની સામે આવ્યું તેનો નાશ કરતા ગયા.

દેખાવકારોના વેશમાં લગભગ 40 બદમાશો હોસ્પિટલ પરિસરમાં ઘૂસી ગયા હતા. જાનમાલને નુકસાન પહોંચાડ્યું અને ત્યાં હાજર પોલીસ કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો. પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. પોલીસે જણાવ્યું કે આ બદમાશો લાકડીઓ, ઈંટો અને સળિયા લાવ્યા હતા. બદમાશોએ વિસ્તાર અને આસપાસના ઘણા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને જુનિયર ડોકટરો જ્યાં વિરોધ અને હડતાળ પર બેઠા હતા તે સ્ટેજની પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસનું એક વાહન પલટી ગયું હતું અને ત્યાં પાર્ક કરેલા કેટલાક ટુ-વ્હીલર્સને પણ નુકસાન થયું હતું. કેટલાક પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. હોસ્પિટલના કર્મચારીઓએ ક્ષતિગ્રસ્ત ઈમરજન્સી વોર્ડની સફાઈ શરૂૂ કરી દીધી છે.

Advertisement

લેડી ડોક્ટરના રેપ અને મર્ડરના વિરોધમાં બુધવારે રાત્રે કોલકાતામાં મહિલાઓનું પ્રદર્શન ગોઠવાયું હતું. આ અભિયાનને પરિક્લેમ ધ નાઈટથ નામ આપવામાં આવ્યું હતું. ઉદ્દેશ્ય એ હતો કે મહિલાઓ પ્રદર્શન કરશે અને તેમની સ્વતંત્રતા અને સુરક્ષાની માંગ કરશે. આ અભિયાન 14 ઓગસ્ટે રાત્રે 11:55 વાગ્યે શરૂૂ થયું અને પછી આ પ્રદર્શનમાં માત્ર કોલકાતામાં જ નહીં, પરંતુ અન્ય ઘણા શહેરો અને નગરોમાં પણ લોકો હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા.

આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન સ્થાનિક કોર્ટે ધરપકડ કરાયેલા 12 લોકોને 22 ઓગસ્ટ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી દીધા છે.

હંગામા દરમિયાન બદમાશોએ આજુબાજુના વિસ્તારના ઘણા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને સ્ટેજમાં તોડફોડ પણ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં એક પોલીસ વાહન અને કેટલાક દ્વિચક્રી વાહનોને પણ નુકસાન થયું છે. હિંસામાં કેટલાક પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે.

લેડી ડોકટરના રેપ વીથ મર્ડરની ઘટના બાદ ગુંડાઓ ત્રાટકયા, આડેધડ તોડફોડથી દેશભરના તબીબી જગતમાં આક્રોશ, 19ની ધરપકડ

વામ અને રામના કાર્યકર્તાઓએ હિંસા આચરી, ફાંસીની માંગ સાથે મમતા કાઢશે રેલી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલી તોડફોડમાં સીપીઆઇ(એમ) અને ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ લગાવી હિંસામાં સામેલ હોવાનો દાવો કર્યો છે. રાજ્યપાલને મળ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મને જાણકારી મળે છે કે હિંસામાં સામેલ લોકો રાજ્ય બહારના હતા. વામ અને રામના કેટલાક કાર્યકર્તાઓએ હિંસા કરી હતી. હિંસામાં વિદ્યાર્થીઓની કોઇ ભૂમિકા નથી. હું આ ઘટનાની સખત ટીકા કરૂૂં છું અને કાલે ફાંસીની સજાની માંગ સાથે એક રેલી કાઢીશ. આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે હજુ પણ કહીએ છીએ કે તેને ફાંસી આપવી જોઈએ. અમે તમામ દસ્તાવેજો આપી દીધા છે, મારી અને બંગાળની જનતાની સંવેદના પીડિતાના પરિવાર સાથે છે. આ એક મોટો ગુનો છે જેની એક માત્ર સજા એ છે કે આરોપીને ફાંસી આપવામાં આવે.

Advertisement
Tags :
Advertisement
Advertisement