For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક લથડી, પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર

05:01 PM Aug 22, 2025 IST | Bhumika
કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક લથડી  પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં હાજર

રિલાયન્સ ગ્રુપનાં સ્થાપક ધીરુભાઇ અંબાણીનાં પત્ની કોકિલાબેન અંબાણી અચાનક બીમાર પડી ગયા છે . તેમને HN રિલાયન્સ હોસ્પિટલમા લઇ જવામા આવ્યા હતા જયા તેમની સારવાર ચાલી રહી છે અચાનક તબિયત બગડવાને કારણે આખો અંબાણી પરીવાર મુંબઇ પહોંચી ગયો છે . પરીવારનાં બધા સભ્યો કાલિની એરપોર્ટ પર જોવા મળ્યા. આ દરમિયાન અનિલ અને ટીના અંબાણી ખુબ જ ઉદાસ દેખાતા હતા.
કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે આખો અંબાણી પરીવાર મુંબઇ પાછો ફર્યો છે. મુકેશ અને અનિલ અંબાણીએ તેમની માતાનાં સ્વાસ્થ્યને ધ્યાનમા રાખીને તબીબી સલાહ મુજબ પગલા લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલની ટીમ સતત તેમનુ નિરીક્ષણ કરી રહી છે. પરીવારનાં સભ્યોએ હજુ સુધી આ અંગે કોઇ માહીતી આપી નથી.

Advertisement

કે કોઇ નિવેદન પણ બહાર પાડયુ નથી. પરંતુ પરીવારનાં નજીકનાં લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામા આવી રહી છે.

પરિવારજનોએ આ બાબતે કોઇ સતાવાર માહિતી આપી નથી. આ સમાચાર લખાઇ રહયા છે ત્યાં સુધીમા કોકિલાબેન અંબાણીની તબિયત વિશે પરીવર તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી. પરંતુ કોબિલાબેનની વહુ નીતા અંબાણી (Nita Ambani) હોસ્પિટલ જતા જોવા મળ્યા હતા. તેમજ તેનો દીકરો અને અનિલ અંબાણી અને વહુ ટીના અંબાણી (Tina Ambani) પણ કલિના એરપોર્ટ પર જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement