કોહલી પરિવાર સાથે સિંહચલમ મંદિરની મુલાકાતે: ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ હાજર
11:00 AM Dec 08, 2025 IST
|
Bhumika
Advertisement
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી તેના પરિવાર અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાથે, ગઇકાલે વિશાખાપટ્ટનમના સિંહચલમ મંદિરની મુલાકાત લીધી હતી. 2 મિનિટ 36 સેક્ધડના વીડિયોમાં કોહલી સુંદર સાથે મંદિરમાં પૂજા કરતો જોવા મળે છે. વિરાટે પરંપરાગત કપ્પસ્થમ્બમ અલિંગનમ (પવિત્ર સ્તંભનો આલિંગન) વિધિમાં ભાગ લીધો હતો. કોહલી તેના આખા પરિવાર સાથે મુલાકાત લીધી હતી, પરંતુ અનુષ્કા અને બાળકો ફોટામાં જોવા મળ્યા ન હતા. પૂજારીઓએ વૈદિક આશીર્વાદ પાઠવ્યા. દર્શન પછી પુજારીઓએ નાદસ્વરમના અવાજ પર વૈદિક આશીર્વાદ પાઠવ્યા. પૂજારીઓએ ખેલાડીઓને મંદિરના પવિત્ર વસ્ત્રો આપ્યા અને તેમને દેવસ્થાનમ વતી દેવતાનો ફોટો અને પ્રસાદ ભેટમાં આપ્યો.
Advertisement
Next Article
Advertisement