For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જાણો ત્વચાની ગંભીર સમસ્યા એટલે સોરાયસિસના લક્ષણો, કારણો અને ઉપાય

12:32 PM Mar 16, 2024 IST | Bhumika
જાણો ત્વચાની ગંભીર સમસ્યા એટલે સોરાયસિસના લક્ષણો  કારણો અને ઉપાય

આયુર્વેદમાં ચામડીના અઢાર પ્રકારના કુષ્ઠ-રોગ દર્શાવવામાં આવ્યા છે. આ તમામ રોગમાં સૌથી વધારે પીડાદાયક જો રોગ હોય તો તે સોરાયસીસ છે. સોરાયસીસ એ આધુનિક નામ છે, પરંતુ આયુર્વેદમાં જે ઉલ્લેખ જોવા મળે છે તે મંડળ કુષ્ઠ નામનો રોગ ગણાય છે.ચામડીના લગભગ બધા રોગ રક્તવિકારના કારણે હોય છે. સોરાયસીસ પણ રક્તમાં સ્થિત કફ વિકૃત થવાના કારણે થાય છે.

Advertisement

સોરાયસિસ એક પ્રકારનો ચામડીનો રોગ છે જેમાં ચામડીમાં સેલ્સની સંખ્યા વધવા લાગે છે. ચામડી જાડી થવા લાગે છે અને તેની ઉપર ખૂબ ખંજવાળ આવે છે. એ જગ્યા પર સૂકી સફેદ પોપડીઓ થવા લાગે છે. આ રોગ ગંભીર સ્વરૂૂપે આખા શરીરને મોટા લાલ રંગની ચકામા અને સફેદ પોપડીઓથી ઢંકાઈ જાય છે.સોરાયસીસ રોગનો પ્રારંભ પગ, ઘૂંટીઓ, આંગળા, માથું, ગરદન, પીઠ અને પેટ પર થાય છે. શરૂૂઆતમાં ચાંદા લાલ હોય છે અને તે ધીમે ધીમે સુકાયા બાદ અબરખ જેવી ફોતરીમા ફેરવાય છે. સુકાવું અને ફોતરીઓ ઉખડવી તથા તેની રુક્ષતા અને ખંજવાળ આ બધા લક્ષણો વાયુ અને કફનો વધારો સુચવે છે. આ રોગ તીવ્ર રૂૂપે ઉભરાય છે ત્યારે તિવ્ર કષ્ટ આપે છે.આ રોગ ચેપી નથી એટલે કોઈ ને અડકવા થી નથી ફેલાતો. હાલ ના આધુનિક સમય મા હજુ સુધી એવા કોઈ આધુનિક સંશોધનો નથી શોધાયા કે જે આ રોગ ની પૂર્વ જાણકારી આપી શકે. બ્લડ ટેસ્ટ મા પણ આ બિમારી જાણી શકાતી નથી. આ બિમારી કોઈપણ વય ના વ્યક્તિ મા ફેલાઈ શકે. શિશુઓને પણ આ રોગ થઈ શકે છે. ચામડીના મોટા ભાગના રોગો લોહીના વિકારને કારણે થતા હોય છે, સોરાયસીસ પણ રક્તમાં આવેલા કફ વિકૃત થવાના કારણે થાય છે. જેનાથી આ રોગથી બચવા માટે કફમાં વધારો કરે તેવો ખોરાક ખાવો ન જોઈએ.

સોરાયસિસ થવાના અનેક કારણો છે:
- બેક્ટેરિયલ ઇન્ફેક્શન
- જિનેટિક રીઝન
- સતત સ્ટ્રેસમાં રહેવું
- દારૂૂ કે સિગરેટનું વધારે સેવન
- કેટલીક દવાઓની સાઈડ ઇફેક્ટને લીધે
- સ્કિન પર ઇજા જેમકે વાગવું, છોલાવું, દાઝવું, કપાઈ જવું કે સનબર્ન
- વિટામિન ડી ની ઉણપ.

Advertisement

આ રોગમાં એલોપેથી ઉપચાર સટીક નથી એમ ડોકટર પણ સ્વીકાર કરે છે. આ રોગમાં ઉપચાર લાંબો ટાઇમ ચાલતો હોવાથી આયુર્વેદીક ઉપચાર જ શ્રેષ્ઠ છે. આયુર્વેદિક દવાઓથી રોગીને એકથી બે મહિનામાં જ લાભ દેખાય છે. જરૂૂર લાગે તો દર્દીને પંચકર્મ, સ્વેદન, વમન, વિરેચન દ્વારા તેમના દોષોને શાંત કરાવીને વધુ જરૂૂર પડે તો રક્તમોક્ષણ કરાવીને પણ દર્દીને રોગમુક્ત કરાવાય છે.
તંબાકુ, મેંદો, દૂધ, વાસી, ખોરાક અને ફ્રીઝનું ઠંડુ પાણી જેવી ચીજવસ્તુઓની પરેજી નહિ પાળવામાં આવે તો દર્દીને ફરી બીમારી થવા માટેનું જોખમ ઉભુ કરી શકે છે. તદુપરાંત દર્દીએ માનસિક તણાવથી પણ બચવું જરૂૂરી છે. ચામડીના લગભગ બધા રોગ રક્તવિકારના કારણે હોય છે. સોરાયસીસ પણ રક્તમાં સ્થિત કફ વિકૃત થવાના કારણે થાય છે. માટે કફ વધે એવો ખોરાક ના ખાવો જોઇએ અને રક્ત શોધક દવા લેવી જોઇએ તેમજ પેટ પણ સાફ રાખવું જોઇએ. પંચકર્મના શોધન બસ્તી વિરેચન અને વમન દ્વારા શરીરનું શુદ્ધિકરણ કરવું જોઇએ. પંચકર્મના કારણે શરીરનું શુદ્ધિકરણ થવાથી દવા વધુ અસર કરે છે.ન મટતા કે જીદ્દી સોરાયસીસમાં જળો દ્વારા રક્તમોક્ષન કરવાથી લાભ જલ્દી દેખાય છે. શરીરમાં જેમ સોરાયસીસ જુનો થાય તો સોરોઅર્થો થવાની સંભાવના રહે છે, જેમાં શરીરના બધા સાંધા દુખે છે તથા હાથના આંગળા કે હાથ વાંકા થઇ શકે છે. સોરાયસીસ રોગમાં રોગી ને શારીરિક પીડા સાથે માનસિક તકલીફ પણ વધતી હોય છે. આયુર્વેદિક દવાઓ સોરાયસીસ રોગમાં ઘણી અસરકારક નીવડી છે. સામાન્ય લક્ષણ દેખાય તો તરત જ ડોકટરને કંસલ્ટ કરી ટ્રીટમેંટ શરુ કરાવી. આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement