For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઝડપથી વધી રહેલા ડેન્ગ્યુ તાવના લક્ષણો અને કારણોને જાણો

11:37 AM Jul 27, 2024 IST | admin
ઝડપથી વધી રહેલા ડેન્ગ્યુ તાવના લક્ષણો અને કારણોને જાણો

તાજેતરમાં ભારતવર્ષમાં ડેન્ગ્યુના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી વગેરે રાજ્યોમાં ડેંગયુના કેસ વધી રહ્યા છે. ડેન્ગ્યુ તાવ(ઉયક્ષલીય ઋયદયિ) ડેન્ગ્યુ વાયરસ સંક્રમિત એડીઝ મચ્છર કરડવાથી થાય છે. આ તાવની ઝપેટમાં વૃદ્ધ લોકોથી માંડીને બાળકો સુધી તમામ સરળતાથી આવી જાય છે. તેના લક્ષણો પણ થોડા ગંભીર હોય છે.

Advertisement

ડેન્ગ્યુ તાવના ત્રણ પ્રકાર છે,
હળવો ડેન્ગ્યુ તાવ, ડેન્ગ્યુ હેમરેજિક ફીવર (મયક્ષલીય વયળજ્ઞિવિફલશભ રયદયિ) અને ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (મયક્ષલીય તવજ્ઞભસ તુક્ષમજ્ઞિળય). હળવા ડેન્ગ્યુમાં એવા લક્ષણો (મયક્ષલીય તુળાજ્ઞિંળત) સામાન્ય તાવ જેવા હોઈ શકે છે.

ડેંગ્યુ તાવના લક્ષણો
ડેન્ગ્યુની શરૂૂઆત તીવ્ર તાવ, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક, ઉબકા, ઉલ્ટી, ત્વચા પર લાલ ફોલ્લીઓ , ચકામા અને ભૂખ ન લાગવી જેવા લક્ષણોથી થાય છે. સામાન્ય રીતે 3-7 દિવસો બાદ દર્દીમાં ગંભીર ડેન્ગ્યુના લક્ષણો આવી શકે છે. જેમ કે પેટમાં દુખાવો, ઝડપથી શ્વાસ લેવો, સતત ઉલ્ટીઓ, ઉલ્ટીમાં લોહી આવવું, પેશાબમાં લોહી આવવું, બોડીમાં લિક્વિડ જામી જવું, પેઢા અને નાકમાંથી લોહી નીકળવું, પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી ઘટવી, બેચેની થવી વગેરે. આવા લક્ષણો દેખાવા પર દર્દીએ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ.

Advertisement

ડેન્ગ્યુના કોઈપણ લક્ષણોને હળવાશથી ન લેવા જોઈએ. સારવારમાં સહેજ વિલંબ પણ સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે અને કેટલીકવાર જીવન માટે જોખમી બની શકે છે. ડેન્ગ્યુ માટે કોઈ યોગ્ય ઈલાજ ઉપલબ્ધ ન હોવા છતાં, રોગની સારવાર દવાઓ, ઓક્સિજન થેરાપી, રક્ત અથવા પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન, નસમાં પ્રવાહી વગેરેની મદદથી કરવામાં આવે છે, જે લક્ષણો દેખાય છે તેના આધારે સારવાર થાય છે.

ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું
ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરના કરડવાથી પોતાને બચાવવા જરૂૂરી છે. આ માટે, સ્પ્રે, કોઇલ, ક્રીમ, મશીનો અથવા નેટ જેવા મચ્છર ભગાડનારાઓનો ઉપયોગ કરી શકાય છે.કેટલીક અન્ય ટીપ્સ કે જે અનુસરી શકાય છે: ડેન્ગ્યુના મચ્છર સવાર અને સાંજના સમયે વધુ સક્રિય હોવાથી આવા સમયે બહાર નીકળવાનું ટાળો. જો કે, અનિવાર્ય સંજોગોમાં તમારા શરીરને સંપૂર્ણપણે ઢાંકી દે તેવા કપડાં પહેરો. તમે બજારમાં સરળતાથી ઉપલબ્ધ મચ્છર ભગાડતી ક્રીમ અને રોલ-ઓનનો પણ ઉપયોગ કરી શકો છો.

ઘરમાં અને તેની આસપાસ ફોગિંગ અથવા જંતુનાશકોનો છંટકાવ મદદરૂૂપ થઈ શકે છે.જો ઘરની અંદર/આજુબાજુ ઘણાં વૃક્ષો અથવા લીલાછમ લાંબા ઘાસ હોય, તો તેના પર જંતુનાશકોનો છંટકાવ કરો. તેમજ જો શક્ય હોય તો, ઘાસને કાપો.તમારા ઘરની અંદર અને તેની આસપાસ પાણી એકઠું થવા ન દો. ઘરની આસપાસની ગટરોને સાફ કરીને ઢાંકી દો.

તમામ વાસણો તેમજ વાસણો જેમાં પાણીનો સંગ્રહ થાય છે તેને યોગ્ય રીતે ઢાંકી દેવા જોઈએ. આ સિવાય જો તમારી પાસે કુલર હોય તો તેનું પાણી નિયમિત બદલતા રહો.

આ બધા ઉપરાંત, ડો. રાકેશ ઉલ્લેખ કરે છે કે, લોકો માટે તંદુરસ્ત અને પૌષ્ટિક આહાર લેવો મહત્વપૂર્ણ છે, ખાસ કરીને ઘરે બનાવેલું ભોજન. તમારા શરીરને હાઇડ્રેટેડ રાખો અને રોગપ્રતિકારક શક્તિને (ળળીક્ષય તુતયિંળ) મજબૂત કરવા પર કામ કરો.

Advertisement
Tags :
Advertisement
Advertisement