મહાશિવરાત્રીનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય જાણો
- શિવરાત્રીનું વ્રત કરનાર ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ સુધી શિવલોકમાં કરે છે આનંદ
શ્રી બ્રહ્મા, વિષ્ણુ તથા માતા પાર્વતીએ ભગવાન શ્રી શંકરને પુછયું કે, કયા વ્રતથી સંતુષ્ટ થઇ આપ ભોગ તથા મોક્ષને આપો છો?
ત્યારે શ્રી ભગવાન શંકર બોલ્યા કે ભોગ તથા મોક્ષ આપનારા મારા ઘણાંં વ્રતો છે તેમાં મુખ્ય દસ જાણવા. આમા શિવારાત્રીનું વ્રત વધારે બળવાન છે. માટે ભોગ તથા મોક્ષ ઇચ્છનારાઓએ આ વ્રત અવશ્ય કરવાજોવું છે.
મહાશિવરાત્રીનું વ્રત :- માઘ માસ-કૃષ્ણપક્ષ-તિથિ ચતુર્દશી તા.8 માર્ચ 2024 શુક્રવાર મહાનિશીથ કાળ રાત્રીના 12 ક.-33 મિ.થી રાત્રીના 1 ક.-21 મિ.સુધી.
શિવારત્રીની વ્રત-વિધી :- શ્રી ભગવાન શંકર બોલ્યા કે, હે કેશવ ! તે (શિવરાત્રીના) દિવસે સવારથી માંડી જે ખાસ કરવું જોઇએ તે હું તમને કહું છું. તેને મન લગાડીને ખૂબ પ્રેમથી તમે સાંભળો. બુદ્ધિમાન મનુષ્યે સવારમા ઉઠીને પરમ આનંદયુક્ત અને આળસરહિત થઇ સ્નાનાદિ નિત્ય કર્મો કરવાં. પછી શિવાલયમા જઇ વિધિપૂર્વક શિવ-પૂજન અને શ્રી ભગવાનને નમસ્કાર કરવાં તે વખતે ભગવાન શંકર સમક્ષ આવો સંકલ્પ કરવો.
સંકલ્પ :- હે દેવોના દેવ મહાદેવ ! હે નિલકંઠ ! આપને નમસ્કાર હો, હે દેવ ! હું આપનું શિવરાત્રી વ્રત કરવા ઇચ્છુ છું, હે દેવેશ્ર્વર ! આપના પ્રભાવથી આ વ્રત નિર્વિધ્ન થાઓ અને કામ ક્રોધ, લોભ વગેરે શત્રુઓ મને પીડા ન જ કરો. પછી પૂજાના દ્રવ્યો લેવા જવા વ્રત કરનારે શાસ્ત્રની આજ્ઞા મુજબ ઉપવાસ કરવો.
શિવરાત્રીના વ્રતનું ફળ :- આ ભરતખંડમાં જે મનુષ્ય શિવરાત્રીનું વ્રત કરે છે, તે સાત મન્વંતરો (1 મન્વંતર બરાબર માનવ વર્ષની ગણના પ્રમાણે 30,67,20,000 વર્ષ એટલે કે ત્રીસ કરોડ સડસઠ લાખ વીસ હજાર વર્ષ) સુધી શિવલોકમાં આનંદ કરે છે.
બિલી પત્રનું ફળ :- જે મનુષ્ય શિવરાત્રીના દિવસે, જેટલા બિલીપત્રો શિવને ચડાવે છે તેટલા યુગો સુધી શિવલોકમાં આનંદ કરે છે. તેમ સ્પીરીચ્યુઅલ ક્ધસલટન્ટ અને એસ્ટ્રોલોજર નિશીથભાઇ ઉપાધ્યાય (93136 92441)ની યાદીમાં જણાવ્યું હતું.