રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાણો પોષક તત્ત્વોથી ભરપૂર દાડમના અગણિત ફાયદા

12:33 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

દાડમ સ્વાસ્થ્યવર્ધક ફળોમાંથી એક છે. દાડમના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે દાડમ ઘણા પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેથી જો કોઈ દરરોજ દાડમના રસનું સેવન કરે છે, તો તે ઘણા રોગોને દૂર કરે છે. દાડમના રસમાં ફાઇબર, પ્રોટીન, ફોલેટ, પોટેશિયમ, વિટામિન ઇ, વિટામિન એ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી, વિટામિન સી અને વિટામિન કે હોય છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીવાયરલ ગુણ પણ હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જેમ દાડમનો રસ પીવાના ઘણા ફાયદા છે, તેમ કેટલાક ગેરફાયદા પણ છે.

Advertisement

 

દાડમનો રસ પીવાના ફાયદા અને ગેરફાયદા શું છે

- દાડમમાં રહેલ વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગ સામે લડવાની શક્તિમાં વધારો કરે છે.
- તેનું નિયમિત સેવન કરવાથી તાવ, ઉધરસ, શરદી જેવી બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે.
- તેનું નિયમિત સેવન કરવાથી તે શરીરમાં રહેલા ઝેરી તત્વોનો નાશ કરે છે માટે કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે.
- દાડમના રસમા રહેલા એન્ટીઓક્સિડન્ટસ્ તત્વો શરીર માંથી ટોકિસનને બહાર કાઢે છે જેથી ફેફસાંનું કેન્સર, સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર જેવા જીવલેણ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે અને બીમારી થવાની સંભાવનામાં ઘટાડો થાય છે.

- તેના રસનું રોજ સેવન કરવાથી હ્રદયરોગ અને લકવાનો ખતરો ઓછો થાય છે.
- દાડમ સપ્રમાણમાં દરરોજ ખાવાથી લોહી વધે છે. તેમાં વિટામિન કે, બી અને સી આવે છે. ફાઈબર, આર્યન, પોટેશિયમ અને ઝીંક જેવા પોષક તત્વો આવેલા છે.
- દાડમના રસ સાથે જીરાના પાવડરને શેકીને મિશ્રિત કર્યા બાદ સાથે લેવાથી અપચામાં રાહત મળે છે.
- દાડમના દાણાને વ્યવસ્થિત રીતે ચાવીને ખાવામાં આવે તો કબજિયાત માંથી રાહત મળે છે.
- ઉધરસની સમસ્યામાં તેની તાજી છાલને ચૂસીને ખાવાથી ખાંસીમાં રાહત મળે છે.
- પેટની બળતરા થતી હોય તો તેનો રસ પીવાથી પેટની બળતરામાં રાહત મળે છે.
- તાવમાં વારંવાર તરસ લાગતી હોય તો દાડમના દાણાનો રસ પીવાથી રાહત મળે છે.
- દાંતને ચમકાવવા માટે દાડમની છાલનો પાવડર બનાવીને તેને દાંત પર ઘસવાથી દાંતમાં ચમકાટ આવે અને પેઢાને મજબૂત બનાવે છે.
- ટાઈફોઈડ થયો હોય તેણે દાડમના પાનના ઉકાળામાં સંચળને મિશ્રિત કરીને લેવાથી તેમાં રાહત મળે.
- હથેળી કે પગના તળિયામાં બળતરા થતી હોય તો તેના પાનને પગના તળિયાના ભાગે પીસીને લગાવવાથી બળતરા માંથી રાહત મળે છે.
- દાડમના રસને સરખી રીતે તેનું ગાળણ કર્યા બાદ આંખમાં આંજવાથી આંખની બળતરા માંથી છુટકારો મળે છે.
- દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં મિશ્રિત કરીને તેનું સેવન કરવાથી મહિલાઓને પ્રદર રોગ માંથી છુટકારો મળે છે.
- લોહીની કમીને દૂર કરે છે અને શરીરમાં નવા કુદરતી લોહીને વધારે છે. તેમાં રહેલ ફોલિક એસિડ લોહીમાં રહેલી આયરનની ખામીને દૂર કરે છે અને એનિમિયા જેવી બિમારીઓથી રક્ષણ પૂરું પાડે છે.
- દાડમના પાન પીસીને દાઝેલા ઘા ઉપર લગાવવાથી બળતરામાં ઘટાડો થાય છે અને દર્દમાં રાહત મળે છે.
- દાડમ હ્રદય માટે ગુણકારી છે. હ્રદય તંદુરસ્ત રહે છે.
- ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમનું સેવન લાભદાયક સાબિત થાય છે. તેમાં ગળપણ હોય છે પરંતુ તે સુગર લેવલને વધારતું નથી પરંતુ સુગરને નિયંત્રણમાં રાખે છે.
- દાડમના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને ત્વચાને ચમકાવે છે. કાળી પડી ગયેલી ત્વચા માટે દાણા લાભદાયક સાબિત થાય છે.
- બાળકોને કૃમિની તકલીફ થતી હોય તેમના માટે તેની છાલનો રસ કાઢી 4 ચમચી અને તેમાં 1 ચમચી તલનું તેલ ઉમેરી દિવસમાં એક વાર એમ સતત ત્રણ દિવસ પીવડાવવામાં આવે તો તેમાંથી રાહત મળી રહે છે.
- લીવરની સમસ્યાથી પીડાતા હોય તેને સેવન કરવું જોઈએ નહિ.
- ડાયટ પર હોય તો સેવન કરવું નહિ.
- કેલરીની માત્રા વધુ હોવાથી તે વજનમાં વધારો કરી શકે છે.
- લો બ્લડપ્રેશરની સમસ્યા વાળાએ સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
- સપ્રમાણમાં દાડમનું સેવન કરવાથી આપણા શરીરના રોગમુકત રાખી શકીએ છિએ.

Tags :
Healthindiaindia newsLIFESTYLELIFESTYLE newspomegranate
Advertisement
Next Article
Advertisement