રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાણો, સ્વાસ્થ્ય વર્ધક અંજીરના અઢળક ફાયદા

11:27 AM Aug 17, 2024 IST | admin
Advertisement

કુદરતે દરેક વસ્તુમાં મનુષ્ય માટે અમુલ્ય ખજાનો છુપાવેલો છે. કુદરતી વસ્તુનું મુલ્ય મનુષ્ય કોઈ રીતે ચૂકવી શકતો નથી. તેમજ આયુર્વેદમાં કહ્યું છે તેમ વનસ્પતિ અને ઔષધી એટલી મુલ્યવાન છે કે, માનવી ક્યારેય તેની કિંમત ચૂકવી નથી શકતો આવી ઔષધી તરીકે ગણાતા સૂકામેવાની આજે વાત કરીએ.

Advertisement

મોટાભાગના લોકો કાજુ , બદામ અને પિસ્તા ખાય છે, પરંતુ બહુ ઓછા લોકો અંજીર ખાય છે. અંજીર એક હેલ્ધી અને ટેસ્ટી ડ્રાય ફ્રુટ છે. અંજીરમાં આવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્થૂળતા ઘટાડે છે. જે લોકો ને મોટાપાની સમસ્યાથી પીડાતા હોય એ પોતાના આહારમાં જો અંજીરનો સમાવેશ કરે તો તેઓને વજન ઘટાડવાનું સરળ બને છે. અંજીર ખાવાથી પેટની ચરબી ઓછી થાય છે. અંજીરના સેવનથી પાચનતંત્ર સુધરે છે અને હાડકાં મજબૂત થાય છે. અંજીરમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

અંજીર કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ જેવા ખનિજોનો સારો સ્ત્રોત છે. અંજીરમાં કાર્બોહાઇડ્રેટ હોય છે જે શરીરને એનર્જી આપે છે. સ્ટેમિના વધારવા માટે અંજીરનું સેવન ફાયદાકારક છે.
જો તમે પણ તમારી જાતને સ્વસ્થ અને ફિટ રાખવા માંગો છો તો આજથી જ તમારા રોજિંદા આહારમાં અંજીરનો સમાવેશ કરો. અંજીર વજન ઘટાડવા, પાચનક્રિયા સુધારવા, કબજિયાત દૂર કરવા અને બ્લડ સુગર કંટ્રોલ કરવા માટેનો રામબાણ ઉપાય છે, સાથે સાથે અનેક રોગો માટે પણ રામબાણ છે.

અંજીર સ્વાદમાં ટેસ્ટી હોવાની સાથે પોષક તત્વોનો ખજાનો પણ છે. અંજીરમાં રહેલા પોષક તત્વોની વાત કરીએ તો તેમાં સારી માત્રામાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, આયર્ન, કેલ્શિયમ વિટામીન-અ, વિટામીન -ઈ, વિટામીન -ઇ અને વિટામીન -ઊં હોય છે. અંજીરએ એન્ટીઓક્સીડેન્ટ નો બેસ્ટ સ્ત્રોત હોવાની સાથે ફાયબર, વિટામીન અને મિનરલ્સનો ખુબ જ મોટો સ્ત્રોત છે, માટે જ લોકો વર્ષોથી પોતાના ડાયટ પ્લાનમાં તેનો સમાવેશ કરે છે.

લોહીની શુદ્ધિ માટે : અંજીરના સેવનથી લોહીનું શુદ્ધિકરણ અને લોહીની વૃદ્ધિ થાય છે. લોહીની વૃદ્ધિ માટે અંજીરને ઉત્તમ માનવામાં આવે છે. દરરોજ રાત્રે સુતા પહેલા 3 નંગ અંજીર, કાળી દ્રાક્ષને લઇ એક ગ્લાસ દુધમાં ઉકાળીને પી જવું અને અંજીર તથા દ્રાક્ષને ખાઈ જવા, આમ કરવાથી શરીરમાં લોહીનીશુદ્ધિ થાય છે.
શરીરમાં કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખે : અંજીરના સેવનથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ નિયંત્રણમાં રહે છે. અંજીરમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાયબર હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઓછુ કરવામાં મદદરૂૂપ બને છે, જેનાથી હદયના રોગોનું જોખમ ઓછુ થાય છે. અંજીરમાં રહેલુ ફાયબર પાચનતંત્રમાંથી પણ વધારાના કોલેસ્ટ્રોલ દુર કરે છે.

હૃદય માટે ફાયદાકારક : અંજીરના સેવનથી હદયને તંદુરસ્ત રાખી શકાય છે. શરીરમાં ફ્રી-રેડિકલ્સ બનવાની સાથે હદયની કોરોનરી ધમનીઓ જામ થઇ જાય છે જેથી હદયને લગતી બીમારીઓ થાય છે. અંજીરમાં મળતા આ એન્ટીઓક્સીડેન્ટ ગુણ શરીરમાં ફ્રી-રેડિકલ્સને ખતમ કરીને હદયને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
હાડકાને મજબૂત બનાવે : અંજીરના સેવનથી હાડકાને મજબુત બનાવી શકાય છે. અંજીરમાં રહેલા કેલ્શિયમ,પોટેશિયમ અને મેગ્નેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જે હાડકાને મજબુત બનાવવા માટે ખુબ જ જરૂૂરી છે. કેલ્શિયમથી ભરપુર અંજીર હાડકાને મજબુત બનાવવા ખુબ જ મદદરૂૂપ થાય છે.

કબજિયાત : અંજીરમાં ભરપુર માત્રામાં ડાયટ્રી ફાયબર હોય છે જે પેટને સાફ કરવામાં મદદ કરે છે. 2-3 અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી પાચનતંત્ર સારું રહે છે. અંજીરના સેવનથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે : અંજીરમાં પોટેશિયમનું પ્રમાણ સારું એવું હોય છે જે હાય બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે મદદરૂૂપ થાય છે.

આંખોનું તેજ વધારે : નિયમિત અંજીરનું સેવન કરવાથી આંખોનું તેજ વધે છે. અંજીરમાં રહેલા વિટામીન-અ અને પોષક તત્વો આંખોનું તેજ વધારવા માટે ખુબ જ ઉપયોગી થાય છે. તંદુરસ્ત આંખો માટે અંજીરનું સેવન જરૂૂર કરવું જોઈએ.

એનીમિયા : અંજીરનું સેવન કરવાથી એનીમીયાની સમસ્યામાં ફાયદો થાય છે. શરીરમાં આયર્ન તત્વની ઉણપથી વ્યક્તિને એનીમિયા થાય છે. સુકા અંજીર એ આયર્નનો મહત્વનો સ્ત્રોત છે અને તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. માટે જ અંજીર ખાવાથી શરીરમાં આયર્નની ઉણપ દુર થાય છે અને એનીમિયા જેવી બીમારીમાં રાહત થાય છે.

વાળને ખરતા અટકાવે : અંજીરમાં વિટામીન-ઈ અને પોટેશિયમ મળી આવે છે જે વાળનો વિકાસ કરે છે અને ખરતા અટકાવે છે. અંજીરના સેવનથી વાળને પોષણ મળે છે અને વાળ ચમકીલા, કાળા અને મજબુત બને છે.
શરીરનું વજન ઘટાડે : અંજીરમાં ફાયબર વધારે પ્રમાણમાં હોય છે અને ફાયબર વાળો ખોરાક ખાવાથી શરીરનું વજન ઘટાડી શકાય છે. નિયમિત સવારે એક અંજીરનું સેવન કરવાથી શરીરની વધારાની ચરબીને દુર કરી વજન ઘટાડી શકાય છે અને શરીર માટે પણ ફાયદાકારક બને છે.

અંજીરનું સેવન કરવાથી ખુબ જ ફાયદો થાય છે. અંજીરનું સેવન કરવાથી ઉપરોક્ત તમામ બીમારીઓ અને બીજી અનેક બીમારીઓ જેવી કે લોહીના શુદ્ધિકરણ, અસ્થમા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવી સમસ્યાઓને ઠીક કરે છે. તમારામાંથી ઉપરોકત કોઈ બીમારી અસર કરતી હોય તો તેમાં તમે અંજીરનો ઉપયોગ કરી શકો છો. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય અને બીમારીઓમાં રાહત અપાવે.

Tags :
health benefits of figsindiaindia news
Advertisement
Next Article
Advertisement