For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટમાં આતંકી હુમલાની ખાલિસ્તાની પન્નુની ધમકી

11:33 AM Feb 21, 2024 IST | Bhumika
ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટમાં આતંકી હુમલાની ખાલિસ્તાની પન્નુની ધમકી
  • વીડિયો મારફત ઇંગ્લેન્ડની ટીમને પાછા જવા સલાહ

Advertisement

ઝારખંડની રાજધાની રાંચીમાં ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટેસ્ટ મેચ પર આતંકવાદી સંકટ તોળાઈ રહ્યું છે. શીખ ફોર જસ્ટિસ સંગઠને રાંચીમાં 23 ફેબ્રુઆરીએ યોજાનારી ભારત-ઈંગ્લેન્ડ ક્રિકેટ મેચને રદ કરવાની ધમકી આપી છે. આ સાથે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમને પણ પાછા જવાની ધમકી આપવામાં આવી છે. રાંચી પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી અને રાંચીના ડીસી રાહુલ સિન્હા પોતે તેની દેખરેખ રાખી રહ્યા છે. આ ધમકીના ઓડિયો-વીડિયોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે રાંચીમાં ઋઈંછ નોંધવામાં આવી છે.

આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં જણાવાયું છે કે શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુએ યુટ્યુબ પર એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં ભારતમાં પ્રતિબંધિત સંગઠન સીપીઆઈ (માઓવાદી)ને ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચ રદ કરવા માટે આહ્વાન કર્યું છે. ઝારખંડ અને પંજાબમાં હલચલ મચાવી છે. શીખ ફોર જસ્ટિસના ગુરપતવંત સિંહ પન્નુ પંજાબના રહેવાસી છે. પરંતુ હાલમાં તે અમેરિકામાં રહે છે. વીડિયોમાં તેણે ઈંગ્લેન્ડની ટીમને પાછા જવાની ધમકી પણ આપી છે. પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં તેને સ્પષ્ટપણે આતંકવાદી કૃત્ય ગણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement