મહાકુંભમાં સિલિન્ડર બ્લાસ્ટ કરાવ્યાની ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સની સ્ફોટક કબુલાત
આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ (KZF) એ પ્રયાગરાજ મહાકુંભ મેળા દરમિયાન 2 સિલિન્ડર બ્લાસ્ટની ઘટનાની જવાબદારી લીધી છે. સંગઠને આ અંગે કેટલીક મીડિયા સંસ્થાઓને ઈ-મેલ મોકલ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ પીલીભીત ફેક એન્કાઉન્ટરનો બદલો છે. આ માત્ર શરૂૂઆત છે. રવિવારે સાંજે લગભગ 4 વાગ્યે શાસ્ત્રી બ્રિજ પાસે સેક્ટર-19માં ગીતા પ્રેસના કેમ્પમાં બે સિલિન્ડર બ્લાસ્ટને કારણે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગમાં ગીતા પ્રેસના 180 ટેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગીતા પ્રેસના રસોડામાં નાના સિલિન્ડરમાંથી ચા બનાવતી વખતે સિલિન્ડર લીક થઈ ગયું અને આગ લાગી. આ પછી 2 સિલિન્ડર ફાટ્યા હતાં.
આતંકવાદી સંગઠન દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેલમાં કહેવામાં આવ્યું છે કે, ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સ કુંભ મેળા દરમિયાન થયેલા ડબલ બ્લાસ્ટની જવાબદારી લે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈને નુકસાન પહોંચાડવાનો ન હતો. જોગી (UOના CM યોગી આદિત્યના) અને તેમના કૂતરા માટે આ માત્ર એક ચેતવણી હતી. પીલીભીત નકલી એન્કાઉન્ટરમાં અમારા 3 ભાઈઓની હત્યાનો બદલો લેવા ખાલસા તમારી ખૂબ નજીક છે. આ તો માત્ર શરૂૂઆત છે. ઈ-મેલમાં ફતેહ સિંહ બાગીનું નામ લખવામાં આવ્યું છે.
પીલીભીતમાં 24 ડિસેમ્બરે પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતાં. ઠાર માર્યા હતા. પંજાબમાં પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલાનો આરોપી પીલીભીત ભાગી ગયો હતો. પંજાબ પોલીસે પીલીભીત પોલીસને જાણ કરી હતી કે આરોપીઓ જિલ્લામાં છુપાયેલા છે, જેના પગલે પોલીસે નાકાબંધી અને ચેકિંગ ઓપરેશન શરૂૂ કયુ હતું.