રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેજરીવાલનો રણટંકાર: નિર્દોષ છું, મને પકડ્યો કેમ?

03:47 PM Mar 28, 2024 IST | Bhumika
Advertisement

શરાબ નીતિ કૌભાંડમાં ધરપકડ બાદ ઈડીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉઝ, એવન્યુ કોર્ટમાં રજુ કરી વધુ 7 દિવસના રિમાન્ડની માંગણી કરી જણાવ્યું છે કે તે ગોવાના નેતાઓસાથે કેજરીવાલને સામે બેસાડી પુછપરછ કરવા માંગે છે. ઈડીએ ભારપૂર્વક જણાવ્યું કે 100 કરોડની લાંચ માગવામાં આવી હતી અને કેજરીવાલે જાણી જોઈ વિવરણ અને પોતાનું ઈન્કમટેકસ રિટર્નની વિગતો આપતા નથી. એએસજી રાજુએ જણાવ્યું છે કે કેજરીવાલનું નિવેદન નોંધવામાં આવ્યું છે અને તે સવાલોના સીધા ઉતર આપી રહ્યા નથી. એએસજીએ એ જણાવ્યું કે જે ડિજિટલ ડેટા મળ્યો છે તેની તપાસ થઈ રહી છે. કેટલાક લોકોને ગોવાથી બોલાવ્યા છે.

Advertisement

જેને સામે બેસાડી નિવેદન લેવાનું છે. કેજરીવાલે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે મારું નામ ચાર વાર આવ્યું છે. સાક્ષીઓએ ઈડીના દબાવમાં નિવેદન ફેરવ્યા છે. મારી સામે કોઈ કેસ નથી કે નથી કોઈ આરોપ. તેમણે આક્ષેપ કર્યો કે ઈડી આપને ખતમ કરવા માગે છે તેથી મારી ધરપકડ થઈ છે. તેમણે પડકાર ફેંકતા જણાવ્યું કે તેઓ કોઈપણ હાલતનો અને રિમાંડનો સામનો કરવા તૈયાર છે. આ દરમિયાન એએસજી રાજુએ કેજરીવાલના બોલવા સામે વાંધો ઉઠાવતાં અદાલતે કેજરીવાલને તેમનું નિવેદન લેખિતમાં આપવા જણાવ્યું હતું. કોર્ટમાં રજુ કરાયા ત્યારે કેજરીવાલે પત્રકારોને જણાવ્યું કે આ કેસ રાજકીય ષડયંત્ર છે અને જનતા તેનો જવાબ આપશે.

ગઈકાલે કેજરીવાલના પત્ની સુનિતાએ જાહેર કર્યું હતું કે કોર્ટમાં તેમના પતિ પુરાવા સાથે જાહેર કરશે કે દારૂ કૌભાંડના પૈસા કયા ગયા તેનો ખુલાસો કરશે. તેમના નિવેદનથી આજે કોર્ટમાં ભારે ઉત્તેજના છવાઈ ગઈ હતી. સુનાવણી વખતે સુનિતા કેજરીવાલ પણ કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતાં.

મુખ્યમંત્રીપદેથી હટાવવાની અરજી હાઈકોર્ટે ફગાવી
દિલ્હીના મુખ્યમંત્રી પદેથી અરવિંદ કેજરીવાલને હટાવવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર સુનાવણી કરતાં દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આ એક રાજકીય મામલો છે અને તેમાં ન્યાયિક દખલની જરૂૂર નથી. આ કાર્યપાલિકા હસ્તકનો મામલો છે. અમે તેની ન્યાયિક સમીક્ષા ન કરી શકીએ. દિલ્હી હાઈકોર્ટે આ સાથે કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં ઈડી દ્વારા ધરપકડ અને ઈડીના રિમાંડને પડકારવામાં આવ્યા હતા. ગઈકાલે આ મામલો હાઈકોર્ટે ઈડીનો જવાબ માગ્યો છે આગામી સુનાવણી 2 એપ્રીલે થશે

 

 

 

Tags :
AAP Arvind KejriwalArvind Kejriwal Arrestedindiaindia news
Advertisement
Next Article
Advertisement