કેજરીવાલ લાલુ વાળી કરશે?, પત્નીને બનાવી શકે CM
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ બાદ તેમના પત્ની સુનીતા કેજરીવાલ પર પાર્ટીને ઘણી આશા છે. તેઓ પાર્ટીને એકજૂથ રાખવા માટે તો મેદાનમાં ઉતરી ચુક્યા છે. ત્યારે હવે 31 માર્ચે તેઓ પહેલી વખત કોઈ રાજકીય મંચથી પોતાનું ભાષણ આપી શકે છે. સુનીતા કેજરીવાલ મંચ પરથી બોલવા માટે છેલ્લાં ઘણાં દિવસથી તૈયારીઓ કરી રહી છે. બીજી તરફ કેજરીવાલ લાલુપ્રસાદની માફક પત્નીને મુખ્યમંત્રી બનાવી શકે છે.
અરવિંદ કેજરીવાલના મેસેજને લઈને બે વખત જાહેરમાં આવી ચુક્યાં છે. 31 માર્ચે I.N.D.I.A ગઠબંધનની રામલીલા મેદાનમાં લોકતંત્રને બચાવવા માટે એક મહારેલી છે. આ રેલીમાં પહેલી વખત તેઓ ભાષણ આપી શકે છે.આ રામલીલા મેદાનમાં જ અન્ના આંદોલનથી 2011માં અરવિંદ કેજરીવાલને એક મોટું મંચ મળ્યું હતું.
અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં સુનીતા કેજરીવાલ જ છે જેમના નામ પર પાર્ટી એકજૂથ છે.પાર્ટીના કાર્યકર્તા ઈચ્છે છે કે અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેઓ પોતાની સક્રિયતા વધારે. તે વાતને ધ્યાનમાં રાખતા પાર્ટી રણનીતિ તૈયાર કરી રહી છે. પાર્ટીની યોજના સીએમની ધરપકડનો મુદ્દો બનાવીને જનતા પાસેથી સહાનુભૂતિ મેળવવાનો ટાર્ગેટ છે. જેણે સુનીતા કેજરીવાલના માધ્યમથી જ યોગ્ય રીતે ઉઠાવવામાં આવી શકે છે. તેઓ પોતાની રાજકીય સક્રિયતા વધારતા 21 માર્ચે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદથી સતત ત્રણ વખત ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સ કરી ચુક્યા છે. હવે 31 માર્ચે થનારી મહારેલી માટે આપ સંપૂર્ણ તાકાત લગાવી રહી છે.
આપ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુનીતા કેજરીવાલને રાજકીય રીતે લોન્ચ કરવા માટે આ એક ઉમદા તક છે. તેઓ આ મંચના માધ્યમથી જનતા સમક્ષ સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે. જેના માધ્યમથી કેન્દ્ર પર હુમલો કરતા પોતાની પાર્ટીનો એજન્ડા પણ રાખશે. આપ રણનીતિકારોનું માનવું છે કે આ મહારેલીની સફળતાની અસર આ લોકસભા ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે.
કાર્યકર્તાઓનું મનોબળ આ મામલે પહેલાથી જ જેલમાં બંધ પાર્ટીના બે મોટા નેતાઓને કારણે તૂટી રહ્યું છે. તેમણે તે વાતનો ખ્યાલ છે કે મુખ્યમંત્રી ભલે જ કહી રહ્યાં હોય કે તેઓ ટૂંક સમયમાં જ જેલમાંથી બહાર આવી જશે પરંતુ તેમણે આ એટલું આસાન નથી લાગી રહ્યું. જેલમાંથી કેજરીવાલ સરકાર ચલાવી શકશે કે નહીં અને ચલાવશે તો કેટલા દિવસ માટે ચલાવી શકશે તે હજુ સ્પષ્ટ નથી.
ઝારખંડની જેમ પત્નીને આગળ વધારવાની રણનીતિ
આ મહારેલી આમ તો I.N.D.I.A ગઠબંધનના બેનર અંતર્ગત છે. જો આપ તેણે સફળ બનાવવા માટે મુખ્યરુપે પોતાની જવાબદારી જ ગણાવી રહી છે, કેમકે આ રેલી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઇડી દ્વારા ધરપકડ બાદ થઈ રહી છે. ઝારખંડમાં હેમંત સોરેનની ધરપકડ બાદ તેમના પત્ની કલ્પના સોરેનને જે રીતે તેમની પાર્ટીએ આગળ વધાર્યા હતા, તેવી જ રીતે સુનીતા કેજરીવાલને પણ આગળ વધારવાની રણનીતિ છે.