રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જેલમાંથી સરકાર ચલાવશે કેજરીવાલ: ઘરનું ભોજન, પત્ની-વકીલ, સચિવને મળવાની છૂટ

11:26 AM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 6 દિવસના ઇડી રિમાન્ડ પર મોકલી દીધા છે. કોર્ટના આદેશ અનુસાર, તપાસ એજન્સી 28 માર્ચે બપોરે 2 વાગ્યા સુધીમાં અરવિંદ કેજરીવાલને ઇડી કોર્ટમાં રજૂ કરશે. ત્યારપછી ઈડી જણાવશે કે અત્યાર સુધીની તપાસમાં શું પ્રગતિ થઈ છે અને આગળ શું કરવું જોઈએ. અરવિંદ કેજરીવાલની પૂછપરછ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવશે. પૂછપરછના ફૂટેજ સુરક્ષિત રાખવામાં આવશે.

ઈઙિઈની કલમ 41 ઉ હેઠળ આરોપી અરવિંદ કેજરીવાલને સાંજે 6 થી 7 વાગ્યા સુધી તેમના વકીલ મોહમ્મદ ઇર્શાદ અને વિવેક જૈનને મળવાની મંજૂરી આપવામાં આવી છે. ઇડી રિમાન્ડ દરમિયાન, અરવિંદ કેજરીવાલને તેમની પત્ની સુનીતા કેજરીવાલ અને અંગત સચિવ વિભવ કુમારને દરરોજ અડધો કલાક મળવાની મંજૂરી આપવામાં આવી છે. કેજરીવાલની ખરાબ તબિયતને જોતા કોર્ટે ઇડીને આદેશ આપ્યો છે કે તે તેમને ડોક્ટરો દ્વારા સૂચવેલ આહાર પૂરો પાડે. જો તેઓ આમ કરવામાં અસમર્થ હોય તો તેમને ઘરનું ભોજન ખાવાની છૂટ આપવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાઉસ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી પોલીસના એસીપી એ.કે. સિંહને હટાવવાની માંગ કરી છે, જે તેમની સુરક્ષામાં રોકાયેલા હતા. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને કોર્ટમાં લઈ જતી વખતે તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ એસીપી એકે સિંહે મનીષ સિસોદિયા સાથે ગેરવર્તણૂક કરી હતી. આ અંગે લેખિત ફરિયાદ પણ કરવામાં આવી હતી.

કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે, હું સીએમ પદ પરથી રાજીનામું નહીં આપું.હું જેલમાંથી સરકાર ચલાવીશ. અંદર હોય કે બહાર, સરકાર ત્યાંથી જ ચાલશે. તેમણે કહ્યું કે મને ખાતરી છે કે અમને સમસ્યાઓ હશે, પરંતુ અમે આ કામ કરવાનો પ્રયાસ કરીશું. દિલ્હીના લોકો આ જ ઈચ્છે છે. જ્યારે કેજરીવાલને તેમની તબિયત વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મારી તબિયત સારી છે. તેમણે કહ્યું કે મેં વિચાર્યું ન હતું કે હાઈકોર્ટના આદેશ બાદ ઈડી આટલી જલ્દી મારી ધરપકડ કરવા આવશે. વિચાર્યું કે તેઓ ધરપકડ કરતા પહેલા ઓછામાં ઓછા 2-3 દિવસ રાહ જોશે. ઇડી મને લઈ જાય તે પહેલાં મને મારા માતા-પિતાના આશીર્વાદ લેવાની તક પણ ન મળી. ઇડી આવે તે પહેલા હું માતા-પિતા સાથે બેઠો હતો, ઇડીના અધિકારીઓએ સરસ અને આદરપૂર્વક વર્તન કર્યું. તેમણે કહ્યું કે ગઈકાલે રાત્રે કોઈ પૂછપરછ થઈ નથી. અટકાયત દરમિયાન પણ વધુ પૂછપરછ થશે તેવી અપેક્ષા નથી.

બીજી તરફ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના નેતાઓએ હોળી ન ઉજવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભાજપ અને વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શન અને અખિલ ભારતીય ધરણા પ્રદર્શન વગેરે કાર્યક્રમો તેમના એજન્ડામાં ટોચ પર છે. દિલ્હીના મંત્રી અને વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે ચાર દિવસીય વિરોધ યોજના શનિવારથી શરૂૂ થશે.
રાયે જણાવ્યું હતું કે આપ અને ઇન્ડિયા બ્લોકના નેતાઓ દિલ્હીના આઇટીઓમાં શહીદી પાર્કની બહાર આજે દેખાવો કરશે. જ્યાં પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન તેમના પક્ષના નેતાઓ સાથે હાજર રહેશે. તેઓ શહીદ દિવસની પણ ઉજવણી કરશે. શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો શહીદ દિવસ દર વર્ષે 23 માર્ચે ઉજવવામાં આવે છે. મંગળવારના રોજ એક વિશાળ અખંડ ભારત વિરોધનું આયોજન કરવામાં આવ્યું છે.

 

 

Tags :
AAP Arvind KejriwalArvind Kejriwal Arresteddelhidelhi newsindiaindia news
Advertisement
Next Article
Advertisement