For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેજરીવાલ જ માસ્ટર માઇન્ડ: 10 દી’ના રિમાન્ડની માગણી

03:55 PM Mar 22, 2024 IST | Bhumika
કેજરીવાલ જ માસ્ટર માઇન્ડ  10 દી’ના રિમાન્ડની માગણી
  • ઇડીએ દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડના કારણો આપી ધડાકો કર્યો: લાંચમાં વિજય નાયર વચેટિયો: હવાલાથી 45 કરોડ ચૂંટણી માટે ગોવા મોકલાયા

શરાબ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગતરાતે ઇડીએ ધરપકડ કર્યા પછી તેમને આજે કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડ માગ્યા હતા. બીજી બાજુ દિલ્હી હાઇકોર્ટમાં પછડાટ પછી કેજરીવાલ ગતરાતે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે આજે વહેલી સુનાવણી કરવા સંમતી આપી હતી. સુનાવણી પહેલા જ એન્ફોર્સમેન્ટ વિભાગે નિર્ણય આપતા પહેલાં પોતાને સાંભળવા કેવિયેટ કરતાં કેજરીવાલના વકીલોએ વ્યુહરચના બદલી ધરપકડને પડકારતી અરજી પાછી ખેંચી હતી. એના પગલે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમને જણાવ્યું હતું કે કેજરીવાલે અરજી પાછી ખેંચી હોવાની ઇડી રિમાન્ડની માગણી સામે ટ્રાયલ કોર્ટમાં રજુ થશે. એ અનુસાર, કેજરીવાલને પીએમએલએ કોર્ટમાં રજુ કરાયા હતા.

Advertisement

રિમાન્ડની માંગણી કરતા ઇડીના વકીેલોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી કેજરીવાલ જ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. ધરપકડના 28 પાનામાં કારણો આપી ઇડીએ જણાવ્યું હતું કે કેજરીવાલે નિતી ઘડવામાં મુખ્ય ભુમીકા ભજવી હતી. તેમણે ખાસ લોકોની તરફેણ કરી હતી. એમાં કેજરીવાલની નજીકના વિજય નાયરે વચેટીયાની ભુમીકા ભજવી હતી. શરાબ કાંડની કટકીના 45 કરોડ ગોવાની ચુંટણીમાં ખર્ચ કરવા હવાલા મારફત મોકલવામાં આવ્યા હતા. ઇડીએ પોતાની દલીલના સમર્થનમાં બે વ્યકિતની ચેટનો હવાલો આપ્યો હતો. આ અગાઉ, પોતાની ધરપકડને પડકારતી અરજી કેજરીવાલે સુપ્રિમ કોર્ટમાંથી પાછી ખેંચી હતી. આ સંદર્ભમાં સોલીસીટર જનરલ તુષાર મહેતાએ અદાલતને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ અરજી પાછી ખેંચતા તેમને ટ્રાયલ કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ પહેલા મેં ઇડીને સલાહ આપી હતી તે સુપ્રિમ કોર્ટ નિર્ણય ન કરે ત્યાં સુધી કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં રજુ કરવામાં ન આવે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાતે દિલ્હી હાઇકોર્ટે ધરપકડ સામે રક્ષણ આપવાનો ઇન્કાર કર્યા પછી ઇડીના અધિકારીઓ એકશનમાં આવ્યા હતા અને મુખ્યમંત્રીના બંગલે દોડી જઇ તેમની પુછપરછ કરી મકાનની જડતી લીધી હતી. એ દરમિયાન કેટલાક ડિવાઇસીસ જપ્ત કરાયાનો દાવો કરવામાં આવ્યો હતો.

Advertisement

નોંધપાત્ર છે કે આ કેસમાં ઇડીએ એક મુખ્ય ચાર્જશીટ સાથે પાંચ પુરક ચાર્જશીટ રજુ કર્યા છે અને તેમાં અરવિંદ કેજરીવાલની સંડોવણીનો દાવો કર્યો છે. આ પુરાવાના આધારે જ તેમને પુછપરછ માટે દસ વાર બોલાવાયા હતા પણ તેને રાજકીય હેતુપ્રેરીત અને ગેરકાનુની ગણાવી મુખ્યમંત્રી તેને અવગણી રહ્યા હતા. દિલ્હી હાઇકોર્ટમાં ધરપકડ સામે રક્ષણની કેજરીવાલની માંગ ફગાવી દેવાતા ઇડી અધિકારીઓ એકશનમાં આવ્યા હતા અને તેમના બંગલે ગતરાતે જ જઇ પુછપરછ કરી ઘરની જડતી લીધી હતી અને આખરે ધરપકડ કરી હતી. ગઇરાતે ઇડી વડામથકે પણ તેમની કસ્ટડીમાં પુછપરછ કરાઇ હતી.

‘રાજકીય વ્યક્તિ હોવાથી સીધા સુપ્રીમમાં આવી ન શકો’ ટિપ્પણી સાથે કવિતાની જામીન અરજી રદ
સુપ્રીમ કોર્ટએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાને જામીન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કવિતાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કવિતાને જામીન માટે નીચલી કોર્ટનો સંપર્ક કરવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આરબીએસ નેતા જામીન માટે ટ્રાયલ કોર્ટનો સંપર્ક કરી શકે છે અથવા અન્ય કોઈ ઉપાયનો આશરો લઈ શકે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે તેની નીતિ દરેક માટે સમાન છે. તે રાજકીય વ્યક્તિ હોવાના આધારે જામીન માટે સીધા જ સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરવાની મંજૂરી આપી શકાતી નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement