કેજરીવાલ પાસે પોતાનું ઘર કે કાર નથી: તેમના હરીફ પાસે 95 કરોડ રૂા.ની મિલકત
આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. તેમણે ચૂંટણી એફિડેવિટમાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે. જે મુજબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે 1 કરોડ 73 લાખ રૂૂપિયાની સ્થાવર મિલકત છે. દરમિયાન હિન્દી ખબર અને માઇન્ડ બ્રિક ઇન્ડિયાના ઓપિનિયન પોલના સર્વેમાં 70 માંથી 55 બેઠકો સાથે આમ આદમી પાર્ટીની સત્તા વાપસીનો સંકેત આપ્યો છે.
અરવિંદ કેજરીવાલની જંગમ સંપત્તિની વાત કરીએ તો તેમની કુલ જંગમ સંપત્તિ 3 લાખ 46 હજાર રૂૂપિયાથી વધુ છે, જ્યારે તેમની પત્નીના નામે જંગમ સંપત્તિ 1 કરોડ 89 હજાર રૂૂપિયા છે. આવી સ્થિતિમાં જોવામાં આવે તો અરવિંદ કેજરીવાલની કુલ સંપત્તિ 1 કરોડ 77 લાખ રૂૂપિયાની આસપાસ છે. જ્યારે તેમની પત્ની પાસે કુલ 3 કરોડ 99 લાખ રૂૂપિયાની સંપત્તિ છે. ચૂંટણી એફિડેવિટ અનુસાર અરવિંદ કેજરીવાલ પાસે 50,000 રૂૂપિયા રોકડા છે, જ્યારે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પાસે 42,000 રૂૂપિયા રોકડા છે. અરવિંદ કેજરીવાલના નામે કોઈ કાર નથી, જ્યારે તેમની પત્નીના નામે મારુતિ બલેનો કાર છે. આ સિવાય સુનીતા કેજરીવાલના નામે ગુરુગ્રામમાં એક ફ્લેટ છે. પતિ-પત્ની બંનેના નામે કોઈ લોન નથી.
અરવિંદ કેજરીવાલના નામે ઘર નથી. આ ઘર તેમની પત્ની સુનીતા કેજરીવાલના નામે છે, જેની વર્તમાન બજાર કિંમત 1.5 કરોડ રૂૂપિયા છે. અરવિંદ કેજરીવાલ પાસે બિનખેતીની જમીન પણ છે, જેની કિંમત 1 કરોડ 70 લાખ રૂૂપિયા છે. તેમની પત્ની પાસે 25 લાખ 92 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના છે. તેમની સામે ભાજપે અહીંથી પ્રવેશ વર્માને ટિકિટ આપી છે. તેણે બુધવારે નોમિનેશન પણ ભર્યું અને પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો. જે મુજબ પ્રવેશ વર્મા પાસે લગભગ 95 કરોડ રૂૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે.
દિલ્હીમાં ફરી એકવાર આપ વાપસી કરી રહી છે. તેને અહીં 70 માંથી 55 બેઠકો મળી રહી છે જ્યારે 15 બેઠકો ભાજપના ખાતામાં જઈ રહી છે. આ સર્વે અનુસાર, દિલ્હીમાં ફરીથી કોંગ્રેસનું ખાતું પણ ખુલતું નથી જોવા મળી રહ્યું.