For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિસોદિયા, સંજયસિંહ પછી કેજરીવાલ: ‘આપ’ની ટોચની નેતાગીરી જેલમાં

11:47 AM Mar 22, 2024 IST | Bhumika
સિસોદિયા  સંજયસિંહ પછી કેજરીવાલ  ‘આપ’ની ટોચની નેતાગીરી જેલમાં
  • શરાબ નીતિ કૌભાંડમાં અત્યાર સુધી 15 લોકોની ધરપકડ થઇ છે

દિલ્હીના કથિત દારૂૂ કૌભાંડમાં સંપૂર્ણ કાર્યવાહીના મોડમાં છે. દિલ્હી દારૂૂ કૌભાંડમાં ઇડીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ સાથે જ દિલ્હીની શરાબ નીતિ ફરી ચર્ચામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધી 15 લોકોની ધરપકડ થઇ છે. કેજરીવાલનો આરોપી તરીકે 16મો નંબર છે.ઇડીની ચાર્જશીટમાં સીએમ કેજરીવાલના નામનો અનેકવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આરોપ છે કે જ્યારે એક્સાઇઝ પોલિસી 2021-22 તૈયાર કરવામાં આવી રહી હતી ત્યારે ઘણા આરોપીઓ કેજરીવાલના સંપર્કમાં હતા.

Advertisement

ઇડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે એજન્સીએ ભારત રાષ્ટ્ર સમિતિના નેતા કે. કવિતાના એકાઉન્ટન્ટ બુચીબાબુનું નિવેદન નોંધવામાં આવ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે કે. કવિતા, કેજરીવાલ અને મનીષ સિસોદિયા વચ્ચે રાજકીય સમજણ હતી. આ દરમિયાન કવિતા માર્ચ 2021માં વિજય નાયરને પણ મળી હતી.આ કેસના અન્ય એક આરોપી દિનેશ અરોરાએ પણ ઇડીને જણાવ્યું છે કે તેઓ કેજરીવાલને તેમના ઘરે મળ્યા હતા. ઇડીનું કહેવું છે કે વાયએસઆર કોંગ્રેસના સાંસદ મંગુટા શ્રીનિવાસુલુ રેડ્ડી અને કેજરીવાલ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી. સીએમ કેજરીવાલે દિલ્હીના દારૂૂના ધંધામાં રેડ્ડીના પ્રવેશનું સ્વાગત કર્યું હતું.

પૂછપરછ દરમિયાન, બૂચીબાબુ અને આરોપી અરુણ પિલ્લઈએ ખુલાસો કર્યો છે કે તેઓ કેજરીવાલ અને સિસોદિયા સાથે એક્સાઈઝ પોલિસી પર કામ કરતા હતા.આ ઉપરાંત આરોપી વિજય નાયર કેજરીવાલને પણ મળ્યો હતો અને આરોપી સમીર મહેન્દ્રુને વીડિયો કોલ દ્વારા વાત કરી હતી. આ દરમિયાન કેજરીવાલે સમીરને કહ્યું હતું કે વિજય તેમનો માણસ છે અને તેણે તેના પર વિશ્વાસ કરવો જોઈએ.

Advertisement

આ કેસમાં આપના ત્રણ મોટા નેતાઓ હાલ જેલમાં છે. મનીષ સિસોદિયા 26 ફેબ્રુઆરી 2022થી જેલમાં છે. જ્યારે દિલ્હીમાં નવી દારૂૂની નીતિ લાગુ કરવામાં આવી ત્યારે આબકારી વિભાગ સિસોદિયાની પાસે હતું. એવો આરોપ છે કે આબકારી મંત્રી હોવાને કારણે સિસોદિયાએ મનસ્વી અને એકપક્ષીય નિર્ણયો લીધા હતા, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું હતું અને દારૂૂના વેપારીઓને ફાયદો થયો હતો.

ઇડીની ચાર્જશીટ મુજબ, આરોપી દિનેશ અરોરા સંજય સિંહને મળ્યો હતો. સંજય સિંહના કહેવા પર અરોરાએ દિલ્હી ચૂંટણી માટે ફંડ એકઠું કર્યું અને સિસોદિયાને 32 કરોડ રૂૂપિયાનો ચેક આપ્યો. બદલામાં સંજયસિંહે અરોરાનો એક કેસ ઉકેલ્યો જે આબકારી વિભાગ પાસે પેન્ડિંગ હતો. સંજય સિંહ ગયા વર્ષે 4 ઓક્ટોબરથી જેલમાં છે.ઇડીનો દાવો છે કે સાઉથ ગ્રુપએ આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને 100 કરોડ રૂૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ સાઉથ ગ્રુપનો એક ભાગ હતી. સાઉથ ગ્રુપમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ઊઉ અનુસાર, કે. કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. કવિતાની ઇડી દ્વારા આ વર્ષે 15 માર્ચે હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.

શરાબ નીતિ કૌભાંડના તાણાવાણા
17 નવેમ્બર 2021 ના રોજ દિલ્હીની કેજરીવાલ સરકારે આબકારી નીતિ 2021-22 લાગુ કરી. નવી પોલીસી હેઠળ સરકાર દારૂૂના ધંધામાંથી બહાર આવી અને આખી દુકાનો ખાનગી હાથમાં જતી રહી હતી. દિલ્હી સરકારે દાવો કર્યો હતો કે નવી દારૂૂ નીતિ માફિયા શાસનનો અંત લાવશે અને સરકારની આવકમાં વધારો કરશે. સરકારે 28 જુલાઈ 2022ના રોજ તેને રદ કરી દીધી હતી. તત્કાલિન મુખ્ય સચિવ નરેશ કુમારના રિપોર્ટ દ્વારા 8 જુલાઈ, 2022ના રોજ કથિત દારૂૂ કૌભાંડનો ખુલાસો થયો હતો. આ રિપોર્ટમાં તેમણે મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. એલજી વીકે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. સીબીઆઈએ 17 ઓગસ્ટ 2022ના રોજ કેસ નોંધ્યો હતો. પૈસાની ગેરરીતિના આરોપો પણ હતા, તેથી ઇડીએ મની લોન્ડરિંગની તપાસ માટે કેસ પણ નોંધ્યો હતો. પોતાના રિપોર્ટમાં મુખ્ય સચિવે મનીષ સિસોદિયા પર દારૂૂની નીતિ ખોટી રીતે તૈયાર કરવાનો આરોપ લગાવ્યો હતો. રિપોર્ટમાં આરોપ છે કે કોવિડના બહાને 144.36 કરોડ રૂૂપિયાની લાઇસન્સ ફી મનસ્વી રીતે માફ કરવામાં આવી હતી. એરપોર્ટ ઝોનના લાઇસન્સધારકોને પણ 30 કરોડ પરત કરવામાં આવ્યા હતા, જ્યારે આ રકમ જપ્ત કરવાની હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement