ઇડીની ઐસી તૈસી, પાંચમુ સમન્સ પણ ફગાવતા કેજરી
દિલ્હીમાં આપ-ભાજપ સામસામે, વાતાવરણ તંગ
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પાંચમા સમન્સ પર પણ હાજર નહીં થાય. દિલ્હીની સત્તાધારી પાર્ટીએ ફરી એકવાર સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. બીજી તરફ આજે આપ અને ભાજપ દ્વારા સામસામે દેખાવો કરવાની જાહેરાત કરતા દિલ્હીમાં આપ અને ભાજપના કાર્યાલયો ઉપર સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના પાંચમા સમન્સ પર પણ હાજર નહીં થાય. દિલ્હીની સત્તાધારી પાર્ટીએ ફરી એકવાર સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે. કેજરીવાલની પાર્ટીએ કથિત દારૂૂ કૌભાંડમાં કેજરીવાલને મોકલવામાં આવેલા સમન્સને રાજકારણ સાથે જોડ્યું છે અને કહ્યું છે કે દિલ્હીના સીએમની ધરપકડ કરીને સરકારને ગબડાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે.
આમ આદમી પાર્ટીએ સમન્સને ગેરકાયદેસર ગણાવ્યા છે. અમે કાયદેસરના સમન્સનું પાલન કરીશું, અઅઙએ શુક્રવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. પીએમ મોદીનો ધ્યેય અરવિંદ કેજરીવાલની ધરપકડ કરીને દિલ્હી સરકારને પછાડવાનો છે.