કેટરીના કૈફ બની માદદીવ્ઝની ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર
મોલદીવ્ઝ માર્કેટિંગ ઍન્ડ પબ્લિક રિલેશન્સ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે બોલીવુડ-સ્ટાર અને સ્ટાઇલ આઇકોન કેટરિના કૈફ હવે મોલદીવ્ઝના સની સાઇડ ઑફ લાઇફની ગ્લોબલ બ્રેન્ડ-ઍમ્બેસેડર હશે. હાલમાં કોર્પોરેશન દ્વારા વિશ્વભરના પ્રવાસીઓને મોલદીવ્ઝની દરિયાઈ સુંદરતા તરફ આકર્ષવા માટે સમર સેલ કેમ્પેનની શરૂૂઆત કરવામાં આવી છે અને એ સમયે જ બ્રેન્ડ-ઍમ્બેસેડર તરીકે કેટરિનાના નામની જાહેરાત કરવામાં આવી છે. સમર સેલ કેમ્પેન હેઠળ મોલદીવ્ઝનાં લક્ઝરી રિસોર્ટ્સ, બુટિક હોટેલ્સ અને ફેમિલી-ફ્રેન્ડ્લી રોકાણ પર ખાસ ઑફર્સ આપવામાં આવી રહી છે.
કેટરિનાએ પોતાની આ જવાબદારી વિશે કહ્યું હતું કે મોલદીવ્ઝ મારા માટે માત્ર એક સ્થળ નથી, એક અનુભવ છે જ્યાં પ્રકૃતિ પોતાના સૌથી સુંદર રૂૂપમાં મળે છે. મને ખૂબ આનંદ છે કે હું સની સાઇડ ઑફ લાઇફનો ચહેરો બની રહી છું. આ અભિયાન દ્વારા હું ઇચ્છું છું કે વિશ્વભરના લોકો આ સ્વર્ગ જેવા ટાપુ-દેશની સુંદરતાનો અનુભવ કરે.