કાશ્મીરમાં 12 હજાર કરોડના પ્રવાસન ઉદ્યોગને ફટકો
દેશભરમાંથી 90 હજાર બુકિંગ રદ, આતંકી હુમલાથી આર્થિક કરોડરજ્જુ તૂટી જવાનો ખતરો, અઢી લાખ લોકોની રોજગારી પણ જોખમમાં
જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલો હુમલો માત્ર સહેલાણીઓ ઉપર જ થયો હતો તેમ નથી. તે કાશ્મીર ખીણમાં વસતા અઢી લાખ લોકોની રોજી-રોટી ઉપરનો હુમલો છે, એ કેન્દ્ર શાસિત પ્રદેશનાં અર્થતંત્ર પરનો હુમલો છે. કાશ્મીર ખીણનાં અર્થતંત્રની કરોડરજ્જુ તૂટી જવાની છે, સમગ્ર ખીણ પ્રદેશ ગંભીર કટોકટીમાં મુકાઈ જવાનો છે. પ્રવાસીઓને મારવામાં આવેલી એકે એક ગોળી, કાશ્મીરનાં અર્થતંત્રને વર્ષો સુધી પાછુ ધકેલી દેશે.
આ હુમલા અંગે પાકિસ્તાને સફાઈ મારતાં કહ્યું છે કે, અમારે તેની સાથે કશી લેવા-દેવા નથી. તે હુમલો તો ત્યાંના સ્થાનિક આતંકીઓએ જ કર્યો હશે. તો પ્રશ્ન તે થાય છે કે : જેમની રોજી-રોટીનો આધાર જ પ્રવાસન ઉદ્યોગ પર છે, તેઓ આવા હુમલા શા માટે કરે ?
પૃથ્વી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ વર્ષે રૂૂ. 12000 કરોડ આપે છે. એક અંદાજ પ્રમાણે તો 2030 સુધી
માં આ ઉદ્યોગ રૂૂ. 25 થી 30 હજાર કરોડ જેટલો વિકસવાની સંભાવના હતી.
પ્રવાસન ઉદ્યોગ કાશ્મીરની જીડીપીમાં 7 થી 8 ટકાનો ફાળો આપે છે. સૌથી વધુ ખેદજનક બાબત તો તે છે કે, હજી પ્રવાસનની ઋતુ શરૂૂ જ થઈ છે. તેવામાં આ હુમલો થતાં સમગ્ર સીઝન દરમિયાન પ્રવાસીઓ નહીં આવે. આ કેન્દ્ર શાસિત પ્રદેશનાં પાટનગર શ્રીનગર પાસેના ડાલ-લેઈકમાં 1500 હાઉસ-બોટ્સ છે. કાશ્મીરમાં નાની અને મોટી અનેક હોટેલો છે.
આ સીજન નિષ્ફળ જવાનો ખતરો છે.રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા પછી ત્યાં પ્રવાસીઓની સંખ્યા વધતી જ રહી છે. 2020માં 34 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. પરંતુ 2021 માં 1.13 કરોડ પ્રવાસીઓ ગયા હતા. 2022માં તે 2.36 કરોડ સુધી પહોંચ્યો તેમાં 65000 તો વિદેશી પ્રવાસીઓ હતા. અહીં સરકાર જ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપે છે. જ્યારે બોલીવુડ માટે પણ તે મહત્ત્વનું છે. અહીં ફિલ્મોના અનેક શોટ્સ ઉતરે છે, તેથી પણ સ્થાનિક નિવાસીઓની આમદાની વધે છે.
આ રીતે કાશ્મીર આર્થિક રીતે સમૃધ્ધ થતું રહ્યું છે. 2017માં ત્યાં માત્ર 14.88 લાખ નવા વ્હીકલ્સ નોંધાયા હતાં. જ્યારે 2024માં 27.88 લાખ નવા વાહનો વેંચાયા હતા. આમ ખીણ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. હવે તો ત્યાં રેલવે શરૂૂ થશે. વંદે-ભારત રેલવે પણ ત્યાં શરૂૂ થશે થઇ છે. પરંતુ આ આતંકી હુમલાને લીધે અનેકવિધ મુશ્કેલીઓ ઉભી થવા સંભવ છે. ફિલ્મોના શુટીંગ પણ વર્ષો બાદ કાશ્મીરમાં શરૂ થયા હતા જે બંધ થઇ જશે. આમ આતંકીઓએ પ્રવાસીઓની હત્યા કરીને કાશ્મીરને ફરી બેકારી ભૂખમરાની ગર્તામા ધકેલી દીધું છે.
હોટલમાં પ્રવાસીઓ માટે રહેવા-જમવાનું ફ્રિ, સ્ટેશન-એરપોર્ટ સુધીનું પરિવહન પણ મફત
પહેલગામના બૈસરનમાં પ્રવાસીઓ પર થયેલા ક્રૂર હત્યાકાંડને કારણે સમગ્ર ખીણમાં ગુસ્સો છે. જો કે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના જીવ પાછા લાવી શકાતા નથી, પરંતુ સમગ્ર ખીણ આ ઘટનાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને ખીણમાં આવેલા અન્ય પ્રવાસીઓને મદદ કરવા માટે એકત્ર થયું છે.
હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા પ્રવાસીઓ માટે મફત લોન્ચિંગ અને બોર્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને રેલ્વે સ્ટેશન અને એરપોર્ટ પર લઈ જવા માટે મફત વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે. મંગળવારે બૈસરનમાં બનેલી આ ઘટના બાદ ખીણમાં હાજર પ્રવાસીઓ ગભરાઈ ગયા છે. આમાંના મોટાભાગના પ્રવાસીઓ પોતાના ઘરે પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ જમ્મુ-શ્રીનગર હાઇવે સતત બંધ રહેવાને કારણે પ્રવાસીઓ તેમ કરી શકતા નથી. આવી સ્થિતિમાં, તેઓ બનિહાલ-બારામુલા ટ્રેન અથવા ફ્લાઇટ દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે, સ્થાનિક લોકોએ પોતાના સ્તરે મહેમાનોને મદદ કરવા માટે પ્રયાસો શરૂૂ કર્યા છે.હાલમાં, હોટલોમાં રોકાતા પ્રવાસીઓ માટે ખોરાક, પીણા અને રહેવાની વ્યવસ્થા મફત કરવામાં આવી છે. કાશ્મીર હોટેલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ બાબર ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે બૈસરન ઘટનાથી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે, અમે હાલમાં સ્થાનિક હોટલ અને ગેસ્ટ હાઉસમાં રોકાતા પ્રવાસીઓ માટે ખાવા-પીવાની સુવિધા મફત કરી છે અને તેમના રહેઠાણનું ભાડું પણ માફ કરી દીધું છે.બાબરે કહ્યું કે હાલમાં અહીં એક લાખથી વધુ પ્રવાસીઓ હાજર છે.