For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાશ્મીર-હરિયાણા વિધાનસભાના કાલે પરિણામ, ભારે રાજકીય ઉત્તેજના

11:19 AM Oct 07, 2024 IST | Bhumika
કાશ્મીર હરિયાણા વિધાનસભાના કાલે પરિણામ  ભારે રાજકીય ઉત્તેજના
Advertisement

હરિયાણામાં સત્તા પરિવર્તનનો વર્તારો છતાં 19 બેઠકો નિર્ણાયક

હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચુંટણીઓ સંપન્ન થતા હવે આવતીકાલ તા.8 ઓકટોબરના રોજ બન્ને રાજયોના પરિણામો જાહેર થનાર છે ત્યારે કોની સરકાર આવશે તે અંગે ભારે ઉતેજના પ્રવર્તી રહી છે. હરિયાણામાં ભાજપનું શાસન છે ત્યારે ભાજપ ફરી સતા પર આવે છે કે સતા પરિવર્તન આવે છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

Advertisement

જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન હતુ એ અગાઉ ભાજપ અને પીડીપીની ગઠબંધન સરકાર હતી. હવે કોની સરકાર બને છે તે જોવાનું રહ્યું. 8 ઓક્ટોબરે જમ્મુ કાશ્મીર અને હરિયાણાના પરિણામો આવશે. તે પહેલાં એક્ઝિટ પોલના પરિણામો સામે આવી ગયા. લગભગ બધા એક્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે.

પોલ ઓફ પોલ્સ મુજબ, હરિયાણામાં ભાજપને 25 બેઠકો, કોંગ્રેસને 55 બેઠકો, જેજેપી ગઠબંધનને એક બેઠક, આઈએએલડી ગઠબંધનને 3 બેઠકો અને અન્યને 6 બેઠકો મળી શકે છે. જો આવું થાય તો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. ખરેખર, હરિયાણામાં બહુમતનો આંકડો 46 છે.

સી વોટરનો એક્ઝિટ પોલ પણ હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનતી દેખાડી રહ્યો છે. આ પોલમાં કોંગ્રેસના ખાતામાં 50-58 બેઠકો જતી દેખાઈ રહી છે. જ્યારે, ભાજપને 20-28 બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે અન્યના ખાતામાં 10-16 બેઠકો જતી દેખાઈ રહી છે.

સી વોટરના એક્ઝિટ પોલ મુજબ, હરિયાણાની 19 બેઠકો પર પેચ ફસાયો છે. આ બેઠકો પર જીતનું માર્જિન ખૂબ ઓછું દેખાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં આ બેઠકો કોઈપણ પાર્ટીના ખાતામાં જઈ શકે છે. સી વોટરના સંસ્થાપક યશવંત દેશમુખે જણાવ્યું કે જો આ બેઠકો કોંગ્રેસના ખાતામાં જાય છે તો પાર્ટી 60થી વધુ બેઠકો પણ જીતી શકે છે. જોકે, જો તે ભાજપના ખાતામાં ગઈ તો પણ સત્તાધારી પાર્ટી એવી સ્થિતિમાં નહીં હોય કે જીતની હેટ્રિક લગાવી શકે. કારણ કે આ 19 બેઠકોમાંથી 13 પર કોંગ્રેસ બીજા નંબરે છે.

હરિયાણામાં છેલ્લા 10 વર્ષ એટલે કે બે વિધાનસભા ચૂંટણીથી ભાજપની સરકાર છે. જો આ વખતે એક્ઝિટ પોલ સાચા સાબિત થયા તો હરિયાણામાં કોંગ્રેસની 10 વર્ષ પછી વાપસી થશે. એક્ઝિટ પોલ મુજબ, હરિયાણામાં ભાજપને એન્ટી ઇન્કમ્બન્સીનું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આ જ કારણે આ વખતે ભાજપને રાજ્યમાં હારનો સામનો કરવો પડી શકે છે.

નોંધનીય છે કે, ધ્રુવ રિસર્ચના એક્ઝિટ પોલ અનુસાર, ભારત ગઠબંધનને રાજ્યમાં 57 બેઠકો અને એનડીએ ગઠબંધનને 27 બેઠકો મળવાની ધારણા છે. તેમજ અન્ય પક્ષોને 0 થી 6 બેઠકો મળવાની ધારણા છે. ઈગગ 24 ના એક્ઝિટ પોલ અનુસાર, રાજ્યમાં ભારત ગઠબંધનને 59 અને ગઉઅ ગઠબંધનને 21 બેઠકો મળવાની ધારણા છે. તેમજ અન્ય પક્ષોને 10 બેઠકો મળવાની ધારણા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement