રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

પંજાબ પાસેથી જીતનો કોળિયો છીનવી લીધો કાર્તિકે, RCBની દિલધડક જીત

01:20 PM Mar 26, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં તેની પ્રથમ જીત નોંધાવી છે. સોમવારે (25 માર્ચ) બેંગલુરુ મેદાન પર રમાયેલી મેચમાં, RCBએ શિખર ધવનની આગેવાની હેઠળના પંજાબ કિંગ્સ (PBKS)ને 4 વિકેટથી હરાવ્યું હતું.આ મેચમાં વિરાટ કોહલીએ તોફાની રીતે અડધી સદી ફટકારી હતી. અંતે મેચ પંજાબ તરફ જતી હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારબાદ દિનેશ કાર્તિકે 10 બોલમાં અણનમ 28 રન ફટકારીને પંજાબના જડબામાંથી જીત છીનવી લીધી હતી.

ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીમાં આ સીઝનમાં આરસીબીની આ પ્રથમ જીત છે. પ્રથમ મેચમાં, RCB ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) દ્વારા હરાવ્યું હતું. બીજી તરફ, ગબ્બર તરીકે પ્રખ્યાત શિખર ધવનની કપ્તાની હેઠળની પંજાબ કિંગ્સની આ સિઝનમાં આ પ્રથમ હાર છે. તેણે પ્રથમ મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ (DC)ને હરાવ્યું હતું.

177 રનના ટાર્ગેટના જવાબમાં RCBએ 19.2 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. ટીમ માટે કોહલીએ 49 બોલમાં સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે દિનેશ કાર્તિકે 28 રનની અણનમ ઇનિંગ રમી હતી અને મહિપાલ લોમરોરે 17 રનની અણનમ ઇનિંગ રમી હતી. પંજાબ ટીમ તરફથી કાગીસો રબાડા અને હરપ્રીત બ્રારે 2-2 વિકેટ લીધી હતી.
આરસીબીને જીતવા માટે છેલ્લા 18 બોલમાં 36 રનની જરૂૂર હતી. ત્યારબાદ દિનેશ કાર્તિક 6 રન અને મહિપાલ લોમરોર 5 રન બનાવીને ક્રીઝ પર રમી રહ્યા હતા. જ્યારે RCBની માત્ર 4 વિકેટ બાકી હતી. અહીંથી હરીફાઈ પંજાબના પક્ષમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું. આ પછી અર્શદીપ સિંહે 18મી ઓવર નાખી હતી. આ ઓવરમાં મહિપાલે એક સિક્સર અને એક ફોર ફટકારીને 13 રન બનાવ્યા હતા.

જ્યારે 12 બોલમાં 23 રનની જરૂૂર હતી ત્યારે કાર્તિકે તેના બેટનો ઉપયોગ કર્યો હતો. તેણે પણ હર્ષલ પટેલની ઓવરમાં એક સિક્સર અને એક ફોર ફટકારીને 13 રન બનાવ્યા હતા. આ રીતે છેલ્લી ઓવરમાં 10 રનની જરૂૂર હતી અને કાર્તિક સ્ટ્રાઈક પર હતો. અર્શદીપે છેલ્લી ઓવર નાખી હતી. જેમાં કાર્તિકે પ્રથમ બે બોલ પર એક સિક્સર અને એક ફોર ફટકારીને પંજાબના જડબામાંથી મેચ છીનવી લીધી હતી.

Tags :
cricketindiaindia newsIPLIPL-2024Sportssports news
Advertisement
Next Article
Advertisement