કર્ણાટકના ડી.જી.ની દીકરી 14.2 કિલો સોના સાથે ઝડપાઇ
બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા તાજેતરમાં સોનાની તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ 14.2 કિલોગ્રામ વિદેશી સોનુ, જેની કિંમત અંદાજે 12.56 કરોડ રૂૂપિયા છે, જપ્ત કર્યું છે. આ કેસમાં બેંગલુરુ પોલીસના ડીજી રામચંદ્ર રાવની સાવકી દીકરી અને સાઉથની અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે.ડીજીની પુત્રીતસ્કરી નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે, અને તેમની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
3 માર્ચ 2025ના રોજ, DRI અધિકારીઓએ દુબઈથી બેંગલુરુ આવેલી 33 વર્ષની મહિલા મુસાફરને વિમાનમથક પર રોકી. મહિલાના શરીરમાં છુપાવેલું 14.2 કિલોગ્રામ સોનુ મળી આવ્યું,અને મહિલાની ધરપકડ કરવામાં આવી. મહિલાની પૂછપરછ બાદ, DRI અધિકારીઓએ બેંગલુરુ સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા, જ્યાં તે તેમના પતિ સાથે રહેતી હતી. દરોડામાં અધિકારીઓને 2.06 કરોડ રૂૂપિયાના સોનાના આભૂષણો અને 2.67 કરોડ રૂૂપિયાની રોકડ મળી આવી, જે જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહી બાદ કુલ મળીને 17.29 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.
રાન્યા રાવે 2014માં ફિલ્મી કરિયરની શરૂૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ મણિક્યા હતી, જેમાં તે કિચ્ચા સુદીપ સાથે દેખાઈ હતી. 2017 પછીથી તેઓ કોઈ ફિલ્મમાં દેખાઈ નથી.