"કર્ણાટકના મુખ્યમંત્રી હવે નથી રહ્યા”: ફેસબુકમાં ટ્રાન્સલેશને ભાંગરો વાટ્યો
સિધ્ધારમૈયાએ એક અભિનેત્રીને પાઠવેલી શ્રધ્ધાંજલિ તેને જ અર્પી દીધી: ભારે વિવાદ બાદ મેટાએ માફી માગી
મેટા કંપનીના ઓટો ટ્રાન્સલેશનથી કર્ણાટકમાં ઘણો વિવાદ સર્જાયો છે. મેટાએ ફેસબુક પર CM ઓફિસ દ્વારા પોસ્ટ કરાયેલા સંદેશનું ભાષાંતર કર્યું અને સિદ્ધારમૈયાને મૃત જાહેર કરી દીધા. આ પછી, ઘણો વિવાદ થયો. CM સિદ્ધારમૈયાએ પોતે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ પછી, મેટાએ માફી માંગી છે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ પછી જ, મેટા બેકફૂટ પર આવી ગયું છે.
કર્ણાટકના મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્નડના નબળા ઓટો-ટ્રાન્સલેશનને કારણે વપરાશકર્તાઓને ખોટી માહિતી મળી રહી છે. તેમણે કહ્યું કે તે તથ્યોને વિકૃત કરી રહ્યું છે અને વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરી રહ્યું છે. સિદ્ધારમૈયાએ કહ્યું કે તેમના મીડિયા સલાહકારે ઔપચારિક રીતે આ પ્લેટફોર્મ્સની મૂળ કંપની મેટાને પત્ર લખ્યો છે, જેમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી કરવામાં આવી છે.
જે પોસ્ટ પર વિવાદ થઈ રહ્યો છે તે કર્ણાટકના મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા બનાવવામાં આવી હતી. કન્નડમાં લખેલી મૂળ પોસ્ટમાં, સીએમ સિદ્ધારમૈયાએ અભિનેત્રી બી.સરોજા દેવીના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. પરંતુ ઓટો ટ્રાન્સલેશનમાં તે સંપૂર્ણપણે ખોટું થયું હતું.