કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું યુકેમાં હાર્ટએટેકથી મોત
કરિશ્મા સાથે 13 વર્ષના લગ્નજીવનમાં બે બાળકો થયા હતાં
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિનું યુકેમાં અવસાન થયું છે. ફિલ્મફેરના અહેવાલ મુજબ, 53 વર્ષીય ઉદ્યોગપતિના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હતો. ફિલ્મફેર અનુસાર, ઉદ્યોગપતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે અવસાન થયું છે. યુકેમાં પોલો રમતી વખતે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સંજય કપૂરે 12 જૂને અમદાવાદ વિમાન દુર્ઘટના પર તેમની છેલ્લી પોસ્ટ કરી હતી.
આ દુ:ખદ અકસ્માત પર શોક વ્યક્ત કરતા સંજય કપૂરે લખ્યું, પઅમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના દુ:ખદ સમાચાર. મારી સંવેદના અને પ્રાર્થનાઓ તમામ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. ભગવાન તેમને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે.
બોલીવુડ અભિનેત્રી અને સંજય કપૂરે વર્ષ 2003 માં લગ્ન કર્યા. તેમનો સંબંધ ફક્ત 13 વર્ષ સુધી ચાલ્યો. બંનેએ વર્ષ 2016 માં છૂટાછેડા લીધા. કરિશ્માથી છૂટાછેડા લીધા પછી, સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા. સંજય અને કરિશ્માને બે બાળકો છે. પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. પુત્રી હવે 19 વર્ષની છે. છૂટાછેડા પછી, બંને બાળકોની કસ્ટડી કરિશ્મા કપૂર પાસે છે. ઘરેલુ હિંસાના આરોપો બાદ બંનેએ છૂટાછેડા લીધા. પ્રિયા સચદેવ અને સંજય કપૂર છેલ્લા 8 વર્ષથી સાથે હતા. તમને જણાવી દઈએ કે સંજય કપૂર અને પ્રિયા સચદેવને અઝારિયસ નામનો પુત્ર પણ છે. તેમના પુત્રનો જન્મ વર્ષ 2018 માં થયો હતો, એટલે કે, તે હવે ફક્ત 7 વર્ષનો છે. સંજય કપૂરના અચાનક નિધનથી તેમના પરિવારમાં શોકની લાગણી છવાઈ છે.