સૈફ અલી ખાન પર હુમલો થયાં બાદ આવી હતી કરીના કપૂરની હાલત, જુઓ VIDEO
જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરી દેવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. કરિના-સૈફના પુત્ર જેહના રૂમમાં એક અજાણ્યો વ્યક્તિ ઘૂસ્યો હતો, જ્યારે ઘરના નોકરે તેને જોયો હતો. તે વ્યક્તિએ નોકરાણીને પકડી લીધી અને તેની ચીસો સાંભળીને સૈફ અલી ખાન ત્યાં પહોંચી ગયો, ત્યારબાદ સૈફ અને તે વ્યક્તિ વચ્ચે ઝપાઝપી થઈ અને હુમલાખોરે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો. જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે કરીના કપૂર ઘરે પાર્ટી કરી રહી હતી.
પરંતુ જેવી જ કરીના કપૂરને આ ઘટનાની જાણકારી મળી કે તે તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. કરીના કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. કરીનાની હાલત પરથી સ્પષ્ટ થાય છે કે તે કેટલી વ્યથિત છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કરીનાના ચહેરાના હાવભાવ જોઈને ચોંકી ઉઠી છે. તે જ સમયે, અભિનેત્રીના સ્ટાફ મેમ્બર્સ પણ ખૂબ ચિંતિત જોવા મળે છે. વીડિયોમાં અભિનેત્રી અહીં-ત્યાં ફરે છે.
https://www.instagram.com/reel/DE38PhYT1X7/?utm_source=ig_web_copy_link
જે વીડિયો સામે આવ્યો છે તે સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરની બહારનો છે. ક્લિપમાં પાછળ ઉભેલી લેડી સ્ટાફ ઈશારાથી ઘટનાને સમજાવતી જોવા મળે છે. તે સમયે કરીના તેના મિત્રો સાથે પાર્ટી કરી રહી હતી. માહિતી મળતાં જ તે પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. વીડિયોમાં કરીના લૂઝ ટી-શર્ટ અને પાયજામામાં જોઈ શકાય છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સૈફની ટીમનું નિવેદન પણ સામે આવ્યું છે, અભિનેતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતાં તેઓએ કહ્યું કે તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે.
સૈફ અલી ખાનને 6 જગ્યાએ ચાકુ મારવામાં આવ્યા છે, જેના કારણે તેને 2 ઊંડા ઘા પણ થયા છે. અભિનેતાએ સર્જરી કરાવી છે. પોલીસે ઘર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાનું શરૂ કર્યું છે. પોલીસે સૈફના ઘરના કર્મચારીઓને પણ કસ્ટડીમાં લીધા છે. નોકરાણી પણ પોલીસની શંકાના દાયરામાં છે. બિલ્ડિંગમાં હાજર ગાર્ડ પાસેથી પણ સવાલ-જવાબ પૂછવામાં આવી રહ્યા છે.