ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

લોયરના રોલમાં દેખાશે કરણ વાહી અને જેનિફર વિન્ગેટ

01:59 PM Feb 02, 2024 IST | Bhumika
Advertisement

જેનિફર વિન્ગેટ અને કરણ વાહી તેમના આગામી શોમાં વકીલના રોલમાં દેખાવાનાં છે. ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ સોની લિવ પર ટૂંક સમયમાં શરૂૂ થવાનો છે. એની ઝલક શેર કરવામાં આવી છે. આ શોમાં રીમ શેખ અને સંજય નાથ પણ જોવા મળશે. આ શોમાં અનુષ્કાના રોલમાં જેનિફર દેખાશે, જે તેના ડેડીની લો ફર્મમાં કામ કરે છે તો વિરાટની ભૂમિકામાં કરણ જોવા મળશે.

Advertisement

આ શોનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને જેનિફરે કેપ્શન આપી હતી, ‘સોની લિવ ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ નામનો દમદાર શો લઈને આવશે જે કોર્ટરૂૂમ ડ્રામાને વિસ્તારપૂર્વક દેખાડશે. સાથે જ યંગ લો પ્રોફેશનલ્સની લાઇફ પર પણ પ્રકાશ પાડશે કે કઈ રીતે તેઓ અલગ વિચારધારા રાખે છે. મળો અનુષ્કાને જે તેજ, ચતુર, યંગ લોયર છે જે તેના પિતાની ફર્મમાં પ્રશંસનીય કામ કરે છે. સાથે જ દરેક કેસમાં તે પોતાના આદર્શો સાથે અડીખમ ઊભી રહે છે. તો બીજી તરફ વિરાટ છે, જે સુશીલ અને આકર્ષક લોયર છે. સાથે જ યંગ ઇન્ટર્ન અંકિતા પાંડે છે. ‘રાયસિંઘાની વર્સસ રાયસિંઘાની’ ત્રણ પ્રોફેશનલ્સની લાઇફને દેખાડશે અને સહેલી વસ્તુની સામે યોગ્ય વસ્તુની પસંદગી કરતાં દેખાડશે.

Tags :
EntertainmentEntertainment newsindiaindia news
Advertisement
Next Article
Advertisement