For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડ

11:11 AM May 21, 2025 IST | Bhumika
કન્નડ લેખિકા બાનુ મુસ્તાકના પુસ્તકને બુકર પ્રાઈઝ એવોર્ડ

વિશ્ર્વના 6 પુસ્તકમાંથી ‘હાર્ટ લેમ્પ’ને પસંદ કર્યુ

Advertisement

ભારતીય લેખિકા, વકીલ અને એક્ટિવિસ્ટ બાનુ મુશ્તાકે તેમના પુસ્તક હાર્ટ લેમ્પ માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ જીતી ઈતિહાસ રચી દીધો છે. હાર્ટ લેમ્પ કન્નડ ભાષામાં લખાયેલ પ્રથમ પુસ્તક છે જેને બુકર પ્રાઈઝ એવોર્ડથી સન્માનિત કરાયું છે. દીપા ભષ્ટીએ આ પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું.

બુકર પ્રાઈઝ માટે હાર્ટ લેમ્પને દુનિયાભરમાંથી નોમિનેટ કરાયેલા 6 પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવ્યું છે. આ એવોર્ડ મેળવનાર હાર્ટ લેમ્પ એ પ્રથમ શોર્ટ સ્ટોરી કલેક્શન છે. દીપા ભષ્ઠી આ પુસ્તક માટે એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અનુવાદક પણ બની ગયા છે.

Advertisement

બાનુ મુશ્તાક અને દીપા ભષ્ઠીએ મંગળવારે લંડનના ટેટ મોડર્નમાં આયોજિત કાર્યક્રમમાં આ એવોર્ડ રિસીવ કર્યો હતો. બંનેને 50000 પાઉન્ડનું ઈનામ મળ્યું હતું. જે લેખક અને ટ્રાન્સલેટર વચ્ચે સમાન હિસ્સે વહેંચવામાં આવશે.

હાર્ટ લેમ્પમાં દક્ષિણ ભારતીય મહિલાઓના મુશ્કેલ જીવનની કહાણીઓ દર્શાવાઈ છે. જેમાં બાનુ મુશ્તાકે પિતૃ સત્તાત્મક સમાજમાં રહેતી મુસ્લિમ મહિલાઓની કઠણાીઓને માર્મિક રીતે રજૂ કરી છે. 1990 થી 2023 વચ્ચે ત્રણ દાયકા દરમિયાન આવી 50 કહાણીઓ તેમણે લખી હતી. દીપા ભષ્ઠીએ તેમાંથી 12 કહાણીઓ પસંદ કરી તેનું અનુવાદ કર્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement