સોનાની દાણચોરી કેસમાં કન્નડ અભિનેત્રીને એક વર્ષની જેલ
સોનાની દાણચોરીના કેસમાં કન્નડ અભિનેત્રી રાન્યા રાવને એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ આદેશ ફોરેન એક્સચેન્જ ક્ધઝર્વેશન એન્ડ સ્મગલિંગ પ્રિવેન્શન એક્ટ (COFEPOSA) એડવાઇઝરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં રાન્યા રાવ સાથે અન્ય બે આરોપીઓનો પણ સમાવેશ થાય છે.આદેશ મુજબ ત્રણેયને એક વર્ષની જેલની સજા દરમિયાન જામીન માટે અરજી કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. એટલે કે, સમગ્ર સજા દરમિયાન તેમાંથી કોઈ પણ જામીન માટે અરજી કરી શકશે નહીં. રાન્યા ફિલ્મ માણિક્યમાં કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથેની ભૂમિકા માટે જાણીતી છે.
તેની ચાલુ વર્ષે 3 માર્ચે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 14.8 કિલો સોના સાથે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. રાન્યા વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસોને કારણે ઉછઈં ની દેખરેખ હેઠળ હતી. 3 માર્ચની રાત્રે જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તે દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુ પહોંચી હતી.
રાન્યાના સાવકા પિતા રામચંદ્ર રાવ એક વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે. ડીઆરઆઈએ કહ્યું હતું કે એરપોર્ટ પહોંચતા જ રાન્યા પોતાને એક આઈપીએસની પુત્રી ગણાવતી હતી.