અયોધ્યામાં રામમંદિરની પ્રથમ ઇંટ મૂકનાર કામેશ્ર્વર ચૌપાલનું નિધન
બિહાર ભાજપમાં મોટું કદ ધરાવતા હતા
અયોધ્યામાં રામમંદિરની પહેલી ઈંટ મૂકનારા અને રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય કામેશ્વર ચૌપાલનું નિધન થઇ ગયું છે. બિહાર ભાજપે તેના એક્સ હેન્ડલ પર પોસ્ટમાં કામેશ્વર ચૌપાલના નિધનની પુષ્ટી કરી હતી.
આ પોસ્ટમાં બિહાર ભાજપ તરફથી જણાવાયું કે રામમંદિર નિર્માણ વખતે પહેલી ઈંટ મૂકનારા પૂર્વ કાઉન્સિલર, દલિત નેતા, રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્ય, વિશ્વ હિન્દુ પરિષદના પ્રાદેશિક અધયક્ષ કામેશ્વર ચૌપાલનું નિધન એક મોટી સામાજિક ક્ષતી છે. તેમણે સંપૂર્ણ જીવન ધાર્મિક અને સામાજિક કાર્યો કર્યા. તે મા ભારતીના સાચા પુત્ર હતા.
અહેવાલ અનુસાર કામેશ્વર ચૌપાલે દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમને સંઘના પ્રથમ કાર સેવકનો દરજ્જો પણ મળ્યો છે. કામેશ્વર ચૌપાલ બિહાર વિધાન પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે. બિહાર ભાજપમાં કામેશ્વર ચૌપાલનું કદ ખૂબ મોટું હતું. પોતાની સ્વચ્છ છબીને કારણે તેઓ લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતા. કામેશ્વર ચૌપાલ સંપૂર્ણપણે અયોધ્યામાં રામ મંદિરને સમર્પિત હતા.