રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IIT કાનપુરની કમાલ, માત્ર એક મિનિટમાં મોઢાના કેન્સરનું નિદાન

06:02 PM Oct 04, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

આઇઆઇટી કાનપુરે એક એવું જોરદાર ડીવાઈસ તૈયાર કર્યું છે જે માત્ર 60 સેક્ધડમાં જ રિપોર્ટ આપી દેશે કે તમને કેન્સર છે કે નહીં. આ ડિવાઈસ માત્ર મોઢાના કેન્સરની ઓળખ કરવા માટે જ છે. આ ડીવાઈસ મોંઢાની અંદરની તસવીર લેશે અને તેનું વિશ્ર્લેષણ કરી તરત જ રિપોર્ટ આપી દેશે.

ઉલ્લેખનીય છે કે, આ ડિવાઈસથી એ પણ જાણી શકાશે કે કેન્સર કયા સ્ટેજનું છે. આ મશીન આઇઆઇટી કાનપુર કેમિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર જયંત કુમાર સિંહની મદદથી સ્કેન જીની કંપનીએ બનાવ્યુ છે. જે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં માર્કેટમાં આવી શકે છે.

આ ડિવાઈસ પ્રો. જયંત કુમાર સિંહ અને તેમની ટીમે 6 વર્ષમાં તૈયાર કર્યુ છે. જે એક પોર્ટેબલ ડિવાઈસ છે. તેને નાની બેગમાં રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. જેને કાનપુરમાં ઘણી જગ્યાએ કેમ્પ કરીને લગભગ 3 હજાર લોકો પર તેનું ટ્રાયલ પણ કરવામાં આવ્યું છે. આ ડિવાઈસથી 22 વર્ષ સુધીના યુવાનોમાં પણ કેન્સરની ઓળખ કરવામાં આવી છે. ટ્રાયલમાં ફેક્ટરીના કામદારો અને ખાનગી નોકરી કરતા લોકોએ પણ ભાગ લીધો હતો.
આ ડિવાઈસની સાઈઝ ટૂથબ્રશ જેટલી જ છે. તેમાં હાઈ ક્વોલિટી કેમેરા અને એલઇડી લાગેલા છે. તેને સ્માર્ટફોન, ટેબલેટ અથવા આઈપેડ સાથે પણ કનેક્ટ કરી શકાય છે. મોઢાની અંદરની તસવીર લીધા બાદ મોબાઈલમાં ડિટેઇલ રિપોર્ટ મોકલે છે. તે પાવર બેકઅપની સાથે ટ્રેકિંગ માટે હેલ્થ હિસ્ટ્રીને સ્ટોર પણ કરે છે. તેનું રિઝલ્ટ 90% સટિક છે અને તેના ટેસ્ટમાં પણ કોઈ દુખાવો થતો નથી.

મોઢાના કેન્સરને ઓળખવા માટેની ડિવાઈસની કિંમત 1.5 લાખ રૂૂપિયાથી લઈને 2 લાખ રૂૂપિયા સુધીની છે. તેમાં વપરાતો ઘણો સામાન વિદેશથી મંગાવવો પડે છે, તેથી તેની કિંમત વધુ છે. એક ડિવાઈસથી ઓછામાં ઓછા 5 લાખ લોકોનું પરીક્ષણ કરી શકાય છે. જેમાં એક દિવસમાં લગભગ 300 લોકોનું પરીક્ષણ કરી શકાય છે.

Tags :
indiaindia newsKanpurKanpur newsoral cancer
Advertisement
Next Article
Advertisement