For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઈકોર્ટમાં હિજાબ પહેરેલી મહિલા વકીલ સાથે બોલાચાલી બાદ જજનો સુનાવણી માટે ઈનકાર

11:26 AM Dec 24, 2024 IST | Bhumika
હાઈકોર્ટમાં હિજાબ પહેરેલી મહિલા વકીલ સાથે બોલાચાલી બાદ જજનો સુનાવણી માટે ઈનકાર

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટે તાજેતરમાં સુનાવણી દરમિયાન પોતાનો ચહેરો ઢાંકેલી મુસ્લિમ મહિલા વકીલને સાંભળવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે જજે મહિલાને નકાબ હટાવીને તેનો ચહેરો બતાવવા કહ્યું તો કથિત વકીલે તેનો ચહેરો બતાવવાની ના પાડી દીધી. આ પછી, ન્યાયાધીશે કેસની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો કે શું મહિલા વકીલને ચહેરો ઢાંકીને કેસની દલીલ કરવાની મંજૂરી છે.

Advertisement

બાર એન્ડ બેંચના રિપોર્ટ અનુસાર, રજિસ્ટ્રાર જનરલના રિપોર્ટની તપાસ કર્યા બાદ હાઈકોર્ટના જસ્ટિસ મોક્ષ ખજુરિયા કાઝમીએ 13 ડિસેમ્બરે પોતાના આદેશમાં કહ્યું હતું કે બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા (ઇઈઈં) દ્વારા નિર્ધારિત કોઈપણ નિયમોમાં આવા અધિકારો સમાવી શકાય નહીં. અધિનિયમનો કોઈ ઉલ્લેખ નથી, જેના હેઠળ કોઈપણ મહિલા નકાબ અથવા બુરખો પહેરીને કોર્ટમાં કેસ કરી શકે છે. કોર્ટે કહ્યું કે ઇઈઈં નિયમોના પ્રકરણ ઈંટ (ભાગ ટઈં) ની કલમ 49(1) (ૠૠ) મહિલા એડવોકેટ્સ માટે માન્ય ડ્રેસ કોડની વિગતો આપે છે. કોર્ટે કહ્યું, આ નિયમોમાં ક્યાંય એવું નથી કહેવામાં આવતું કે આ કોર્ટમાં હાજર થવા માટે આવો કોઈપણ પોશાક સ્વીકાર્ય છે.
હકીકતમાં, 27 નવેમ્બરના રોજ, એક મહિલા વકીલ કથિત રીતે હાઈકોર્ટમાં હાજર થઈ હતી, જેણે પોતાનું નામ સૈયદ એનન કાદરી તરીકે જાહેર કર્યું હતું અને ઘરેલુ હિંસા સંબંધિત કેસમાં અરજદાર વતી હાજર રહીને કેસને રદ કરવાની માંગ કરી હતી. આ સમય દરમિયાન, તે વકીલના ડ્રેસમાં કોર્ટ રૂૂમમાં હતી પરંતુ તેણે પોતાનો ચહેરો ઢાંક્યો હતો. તે સમયે જસ્ટિસ રાહુલ ભારતી કેસની સુનાવણી કરી રહ્યા હતા. ત્યારપછી જસ્ટિસ ભારતીએ મહિલા વકીલને તેના ચહેરા પરથી નકાબ હટાવવાનું કહ્યું પરંતુ કાદરીએ તેમ કરવાની ના પાડી દીધી. મહિલા વકીલે ભારપૂર્વક કહ્યું હતું કે તેનો ચહેરો ઢાંકવો એ તેનો મૂળભૂત અધિકાર છે અને કોર્ટ તેને આવું કરવા દબાણ કરી શકે નહીં.

આ પછી જસ્ટિસ ભારતીએ તે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે કેસમાં હાજર થનારી મહિલાને ન તો વકીલ માનવામાં આવી શકે છે અને ન તો તેને નિયમો અનુસાર સ્વીકારવામાં આવી શકે છે કારણ કે આ સ્થિતિમાં તે મહિલા કોણ છે તે નક્કી કરી શકાયું નથી અથવા તેણીની ઓળખ શું હતી. કોર્ટે કેસની સુનાવણી વધુ તારીખ સુધી મુલતવી રાખી અને રજિસ્ટ્રાર જનરલને ઇઈઈં નિયમો હેઠળ પુષ્ટિ કરવા કહ્યું કે શું એવો કોઈ નિયમ છે કે જેના હેઠળ મહિલા વકીલો હાજર થઈ શકે અને તેમના ચહેરા ઢાંકીને કેસની દલીલ કરી શકે.

Advertisement

હવે રજિસ્ટ્રાર જનરલે બીસીઆઈના નિયમોને ટાંકીને કહ્યું છે કે આવી કોઈ જોગવાઈ નથી અને તમામ વકીલોને ચોક્કસ ડ્રેસમાં કોર્ટ રૂૂમમાં હાજર રહેવાનો નિયમ છે. જો કે, બાદમાં કાદરીના સ્થાને અરજદારનું પ્રતિનિધિત્વ કરવા માટે અન્ય વકીલ હાજર થયા હતા પરંતુ કોર્ટે વધુ તારીખ આપી હતી. હવે નવા ન્યાયાધીશ જસ્ટિસ મોક્ષ ખજુરિયા કાઝમીએ તેમના આદેશમાં બીસીઆઈના નિયમોને ટાંકીને સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મહિલા વકીલ પોતાનો ચહેરો ઢાંકીને અથવા નકાબ અથવા બુરખો પહેરીને કોર્ટ રૂૂમમાં હાજર થઈ શકશે નહીં.

Advertisement
Tags :
Advertisement
Advertisement