For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો, પટણામાં નવ સહિત 83નાં મોત

11:16 AM Oct 29, 2025 IST | admin
બિહારમાં છઠ તહેવારનો આનંદ માતમમાં ફેરવાયો  પટણામાં નવ સહિત 83નાં મોત

ભાઇ ડૂબી જવાના આઘાતમાં બહેનનું અને પુત્રનું મોત થતાં માતા પણ મોતને ભેટી

Advertisement

બિહારના અનેક જિલ્લાઓમાં છઠ તહેવારનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો. સોમવાર અને મંગળવારે પટણામાં નવ સહિત રાજ્યભરમાં 83 લોકો ડૂબી ગયા. આમાંના મોટાભાગના મૃત્યુ છઠ ઘાટ બનાવતી વખતે લપસી જવાથી, અથવા સ્નાન કરતી વખતે અથવા પ્રાર્થના કરતી વખતે ઊંડા પાણીમાં ડૂબવાથી થયા હતા. મૃતકોમાં દક્ષિણ બિહારના 34, કોસી-સીમાંચલ, પૂર્વ બિહારના 30 અને ઉત્તર બિહારના 19 લોકોનો સમાવેશ થાય છે.

પટણા જિલ્લામાં, વિવિધ સ્થળોએ ગંગામાં સ્નાન કરતી વખતે 15 લોકો ડૂબી ગયા, જેમાંથી નવ લોકોના મોત થયા. મોકામામાં ત્રણ, બારહ, બિહતા અને ખગૌલમાં બે-બે લોકોના મોત થયા. માનેરમાં ડૂબી ગયેલા બે યુવાનો અને આઠમાગોલામાં એક યુવકની શોધખોળ ચાલુ છે. બારહમાં ડૂબી ગયેલા ત્રણ, ખાગૌલમાં એક અને ગોપાલપુરમાં તળાવમાં ડૂબી ગયેલા એક યુવકને એક કલાકની સીપીઆર પછી બચાવી લેવામાં આવ્યા હતા.

Advertisement

વૈશાલી જિલ્લામાં રાઘોપુર અને મહુઆમાં છઠ ઘાટ બનાવ્યા પછી સ્નાન કરતી વખતે બે કિશોરો ડૂબી ગયા, મહનારમાં એક છઠ વ્રત ભક્ત, ગોપાલગંજ જિલ્લાના ભોરે પોલીસ સ્ટેશનના દુબે જિગ્ના ગામમાં બે, ઔરંગાબાદમાં બે, ભોજપુરમાં એક, બેગુસરાયમાં એક, નવાનગરમાં એક અને રોહતાસમાં એક કિશોર ડૂબી ગયો. છાપરામાં પણ ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયું.

મંગળવારે સવારે પટણાને અડીને આવેલા મોકામામાં રાંચીના બાડપુર ઘાટ પર ગંગામાં સ્નાન કરતી વખતે રોકી પાસવાન (21) ડૂબી ગયો. ઘટનાની જાણ થતાં રોકીની બહેન સપનાનું પણ આઘાતમાં મોત થયું. આ ઘટનાથી પરિવારમાં હોબાળો મચી ગયો. જયારે બાડપુરના રહેવાસી ચુહા પાસવાનનો પુત્ર રોકી ગંગામાં સ્નાન કરી રહ્યો હતો ત્યારે તે ઊંડા પાણીમાં ગયો અને ડૂબી ગયો. સ્થાનિક ડાઇવર્સ અને જઉછઋ ટીમે ભારે પ્રયાસો બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો. ઘટનાની જાણ થતાં સપના કુમારીની તબિયત બગડી ગઈ. તેના પરિવારે તાત્કાલિક તેને રાંચીની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેનું મૃત્યુ થયું.

પૂરગ્રસ્ત પ્રદેશના જમુનિચકની રહેવાસી મુન્ની દેવી (60), છઠ પૂજા પછી ગંગા ઘાટ પરથી પરત ફરતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો. તેના પરિવારજનો તેને સારવાર માટે સબ-ડિવિઝનલ હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરે તેની તપાસ કર્યા પછી તેને મૃત જાહેર કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement