રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

T-20માં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ નામિબિયાના જ્હોન નિકોલના નામે

02:44 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

વિશ્વ ક્રિકેટ જાંબાઝોથી ભરેલું છે અને અહીં રેકોર્ડ્સ બને છે જ તૂટવા માટે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તુટી ગયો છે. નામિબિયાના જ્હોન નિકોલ લોફ્ટી-ઈટને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે માત્ર 33 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.

Advertisement

નેપાળમાં ત્રિકોણીય શ્રેણીની શરૂૂઆતની મેચ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. તેણે નેપાળ સામે 33 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ રીતે નેપાળના કુશલ મલ્લાનો રેકોર્ડ એક બોલ સાથે તુટી ગયો. લોફ્ટી-ઈટને તેની ઈનિંગમાં 36 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં 11 ચોગ્ગા અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં તેણે માત્ર બાઉન્ડ્રીથી 92 રન બનાવ્યા હતા. આ ટી20 ઈન્ટરનેશનલમાં કોઈ પણ બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રીથી બનાવેલા સૌથી વધુ રન છે.

મલ્લાએ હાંગઝોઉ એશિયન ગેમ્સ-2023માં નેપાળ તરફથી રમતા મોંગોલિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. તે મેચમાં નેપાળે 3 વિકેટે 314 રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી, જેમાં દીપેન્દ્ર સિંહ એરીએ 9 બોલમાં ટી20 ઈન્ટરનેશનલની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા, ડેવિડ મિલર, સુદેશ વિક્રમસેકરાએ 35-35 બોલમાં સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને કુશલે તોડ્યો હતો.
નેપાળ અને નામિબિયા સિવાય નેધરલેન્ડ પણ નેપાળ ટી20 ટ્રાઈ સિરીઝનો ભાગ છે. ફાઈનલ પહેલા દરેક ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. ફાઈનલ પહેલા કુલ 6 મેચ રમાશે. 27 ફેબ્રુઆરીથી શરૂૂ થયેલી આ શ્રેણી 5 માર્ચ સુધી ચાલશે. 27 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સળંગ મેચો છે. 4 માર્ચે કોઈ મેચ થશે નહીં. ફાઈનલ પહેલા એક દિવસનો વિરામ હશે.

Tags :
cricketindiaindia newsSportssports newsT-20
Advertisement
Next Article
Advertisement