મિર્ઝાપુર ફિલ્મમાં વિક્રાંત મેસ્સીના સ્થાને જિતેન્દ્રકુમાર, વીડિયો વાયરલ
અલી ફઝલ ફરી ગુડ્ડુ પંડિતના રોલમાં જોવા મળશે
એક્ટર અલી ફઝલ હાલ જેની ઘણી રાહ જોવાઈ રહી છે એવી ફિલ્મ મિર્ઝાપુરનું શૂટિંગ કરી રહ્યો છે, જેમાં કે ફરી એક વખત ગુડ્ડુ પંડિતના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાનના કેટલાંક ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં અલી ફઝલ સાથે જિતેન્દ્ર કુમારને જોઈ શકાય છે. તેને જોઈને ઘણા ફેન્સ ખુશ થઈ ગયા છે. તો તે વિક્રાંત મેસ્સીને રિપ્લેસ કરી રહ્યો હોવાની પણ ચર્ચા છે.
એક વાયરલ વીડિયોમાં ગુડ્ડુ પંડિત મરુન ટીશર્ટમાં બોડી બનાવીને મસ્તી કરી રહ્યો છે તેની સાથે જિતેન્દ્ર પણ ટીશર્ટ પહેરેલો દેખાય છે, તે ગુડ્ડુ પંડિત સાથે વાત કરી રહ્યો છે. આ સિવાયના એક વીડિયોમાં શ્વેતા ત્રિપાઠી પણ દેખાય છે, જે એક રિક્ષામાં બેસી રહી છે. પંચાયતના સચિવજીને બબલુ પંડિત તરીકે જોઈને તે વિક્રાંતને રિપ્લેસ કરવાનો હોવાની ચર્ચાઓ શરૂૂ થઈ છે, સિરીઝમાં તો બબલુ પંડિતની હત્યા થઈ ગઈ છે, પરંતુ ફિલ્મમાં તેનો રોલ કેવો હશે, તે અંગે પણ ઘણી અટકળો અને ચર્ચો થઈ રહી છે. તો કેટલાંક લોકો પંચાયતના ગભરુ અને શાંત સચિવજીને લોહિયાળ વાર્તા ધરાવતા મિર્ઝાપુરમાં બબલુ પંડિત કઈ રીતે બનશે તે જોવા માટે ઉત્સુક છે. ઘણા લોકોએ આ બાબતે સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરી હતી. કોઈએ કહ્યું કે, પસચિવજીથી કેટ ક્લીયર ન થઈ તો ગુંડાગર્દી પર આવી ગયા. હવે ફુલેરામાં પણ તાંડવ થશે.
ગયા વર્ષે આ હિટ વેબ સિરીઝના મેકર્સ દ્વારા મિર્ઝાપુર ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેંદુ શર્મા તેમના પાત્રો કાલીન ભૈયા, ગુડ્ડુ પંડિત અને મુન્ના ભૈયાના રોલમાં જોવા મળશે. અભિષેક બેનર્જી પણ કમ્પાઉન્ડરના રોલમાં અને શ્વેતા ત્રિપાઠી ગોલુના રોલમાં ફરી જોવા મળશે. આ મૂળ સિરીઝની ત્રણ સીઝન પહેલાં આવી ચુકી છે.
