કાલે ઝારખંડ-મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામો જાહેર થશે
મહારાષ્ટ્ર અને ઝારખંડ ધારાસભાની ચૂંટણીઓની મતગણતરી આવતીકાલે થવાની છે. એ પહેલા બન્ને રાજયોના રાજકીય પક્ષો અને નેતાઓના જીવ પડીકે બંધાયા છે. પ્રિયંકા ગાંધીએ જયાંથી ચુંટણી લડી તે વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠકની મતગણતરી પણ આવતીકાલે થશે. ગુજરાતની વાવ સહીત જુદાજુદા રાજયોની વિધાનસભાઓની 46 બેઠકોના પરિણામો પણ આવતીકાલે જાહેર થશે. સોમવારથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં પણ અદાણી વિવાદ સાથે ચુંટણી પરિણામોનો પ્રભાવ જોવા મળશે. મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડમાં 81 બેઠકો છે.
લોકસભાની ચૂંટણીમાં પછડાટ ખાનારા ભાજપ-એનડીએએ એ પછી હરિયાણાની ચુંટણી જીતી હતી એથી તેનો આત્મવિશ્વાસ બુુલંદ છે. મોટાભાગના એકઝીટ પોલ્સના વરતારા પણ ભાજપ ગઠબંધન બન્ને રાજયોમાં મેદાન મારી જાય તેવું કહી રહ્યા છે. એકિસસ માય ઇન્ડીયાના છેલ્લા એકિઝટ પોલમાં પણ મહારાષ્ટ્રમાં મહાયુતિ જંગી વિજય મેળવે તેવી આગાહી કરી છે. જો કે આ એજન્સીએ ઝારખંડમાં કોંગ્રેસ- જેએમએમના જંગી વિજયની આગાહી કરી છે. હરિયાણામાં તમામ એકઝીટ પોલ્સની ઉંધુ પરિણામ આવતા રાજકીય પક્ષો અને ચુંટણી પૂર્વે શિંદે સરકારે લોકરક્ષક પગલાં લઇ લોકસભાની ચુંટણીમાં ગુમાવેલું મેદાન પાછું મેળવી લીધું હતું તે જોતા તે કોંગ્રેસના શરદ પવારની એનસીપી અને ઉધ્ધવ ઠાકરેની શિવસેના કરતા આગળ હોવાની છાપ ઉપસી છે. રાષ્ટ્રીય રાજકારણની દ્રષ્ટીએ લોકસભામાં યુપી બાદ 48 બેઠકો ધરાવતા મહારાષ્ટ્રના પરિણાો મહત્વના છે.
મહાયુતિનો વિજય થાય તો માની શકાશે કે લોકસભાની ચુંટણીમાં ભાજપની પીછેહઠ માત્ર અપવાદ હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાન કોઇ ઓટ આવી નથી. એથી ઉલ્ટુ ભાજપ ગઠબંધન સત્તા ગુમાવે તો એની મોટી અસર આગામી વર્ષમાં યોજાનારી દિલ્હી અને બિહાર વિધાનસભાની ચુંટણીઓ પર થશે. એટલું જ નહીં એ પણ પુરવાર થશે કે ‘બટેંગે તો કટેંગે’ અથવા ‘એક હૈ તો સેફ હૈ’ જેવા વડાપ્રધાનના હિંદુત્વના ધ્રુવીકરણ કરવાના ઇરાદાથી વહેતા કરાયેલા નારાની પણ મર્યાદિત અસર થાય છે. ચુંટણી પરિણામો પહેલા જ બન્ને રાજયોમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઇ છે. તોડફોડ નિવારણ અને અપક્ષો નાના પક્ષોનો સાથ લેવા વ્યુહરચના ઘડાઇ ગઇ છે.
ચૂંટણી પરિણામો પહેલાં સમર્થકોેએ અજિત પવારને મુખ્યમંત્રી જાહેર કર્યા
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હજુ થોડા કલાકો બાકી છે પરંતુ તે પહેલા જ લાગે છે કે મહાયુતિ (ભાજપ, શિવસેના (શિંદે) અને અજિત પવાર (એનસીપી) વચ્ચે ચહેરાને લઈને લડાઈ શરૂૂ થઈ ગઈ છે. મુખ્ય પ્રધાનનું કહેવું છે કે તમામ એક્ઝિટ પોલ બાદ મહાયુતિ અને મહા વિકાસ અઘાડીના પરિણામોને લઈને ઉત્તેજના વધી ગઈ છે. બન્ને ગઠબંધન વચ્ચે નજીકની હરીફાઈની ચર્ચા છે જ્યારે કેટલાક એક્ઝિટ પોલ્સ કહે છે કે મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં નબળા દેખાવ બાદ મહાયુતિએ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરા જોરશોરથી શરૂૂ કરી દીધી હતી અને કોઈપણ પ્રકારના જૂથવાદથી બચવા માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈ નેતાને રજૂ કર્યા ન હતા, પરંતુ હવે જ્યારે થોડા કલાકો ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે, તેમની પાર્ટીના નેતાઓએ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મુખ્ય પ્રધાન તરીકે જાહેર કરતા પોસ્ટરો લગાવ્યા છે.પુણેમાં પાર્ટીના નેતા સંતોષ નાંગરેનું એક પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં અજિત પવારને મહાયુતિ સરકાર સત્તામાં આવશે તો મુખ્યમંત્રી તરીકે વર્ણવવામાં આવી છે.
જોકે, આ અંગે વિવાદ શરૂૂ થતાં આ પોસ્ટર હટાવી દેવામાં આવ્યું હતું. મતલબ કે ભાજપ અને શિવસેના (શિંદે)ને આ પોસ્ટર ગમ્યું નથી.
સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક પોસ્ટરો દ્વારા અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી તરીકે વર્ણવવામાં આવ્યા છે. બારામતીમાં આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. અજિત પવાર બારામતીથી જ વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેમને તેમના ભત્રીજા યુગેન્દ્ર પવાર તરફથી પડકારનો સામનો કરવો પડ્યો છે.
મહાવિકાસ અઘાડીના ધારાસભ્યોને હોટેલમાં રખાશે: સંજય રાઉત
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરના રોજ આવશે અને મહાયુતિથી લઈને મહાવિકાસ આઘાડી સરકાર બનાવવા માટે પોતપોતાના દાવાઓ કરી રહી છે. દરમિયાન, શિવસેના યુબીટી નેતા સંજય રાઉતે એમવીએના આયોજનનો ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યમાં તેમની જ પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. સંજય રાઉતે કહ્યું કે મહાયુતિ તેમના ધારાસભ્યો પર નજર રાખશે, તેથી તમામ ધારાસભ્યોને હોટલમાં રાખવામાં આવશે.મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે મહાવિકાસ અઘાડી ગઠબંધન 160થી 165 બેઠકો જીતવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે એનડીએ ગઠબંધનના લોકો તેમના વિજેતા ધારાસભ્યો પર દબાણ બનાવી શકે છે. શિવસેનાના નેતા સંજય રાઉતે મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આવતીકાલે પરિણામ આવશે. અમને ખાતરી છે કે અમને બહુમતી મળશે. અમારા 160-165 ધારાસભ્યો ચૂંટાશે. સંજય રાઉતે કહ્યું કે ઘોઘા વિક્રેતાઓ તેમના પર દબાણ કરશે, તેથી અમે ધારાસભ્યોને એક હોટલમાં સાથે રહેવાની વ્યવસ્થા કરી છે.
જો પરિણામો પછી વિપક્ષી ગઠબંધનને બહુમતી મળે છે, તો તે સ્થિતિમાં મુખ્યમંત્રી પદના દાવાને લઈને ખટઅમાં સંઘર્ષ થઈ શકે છે. આ અંગે સંજય રાઉતનું કહેવું છે કે મુખ્યમંત્રીનો ચહેરો પસંદ કરવામાં શરદ પવાર, કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરેની ભૂમિકા રહેશે.