ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જેઠાલાલે બબીતાજી પર નજર બગાડી એટલે દયા જતી રહી

12:14 PM Jul 22, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
Advertisement

ટીવીના સૌથી ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને દયાબેનની જોડી તમામની ફેવરિટ જોડી છે. છેલ્લા 15 વર્ષથી આ જોડીએ ફેન્સના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી છે. આ શોમાં ગોકુલધામ સોસાયટીની ખૂબસૂરત બબીતાજી હંમેશાથી જેઠાલાલનો ક્રશ રહી છે. ત્યારે હવે એક કથાવાચકે તેમના પ્રવચન દરમિયાન જેઠલાલ, દયાબેન અને બબીતાજીનું ઉદાહરણ આપ્યું છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ફેમસ કથાવાચક ડોક્ટર અનિરુદ્ધાચાર્ય મહારાજાનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જેઠાલાલ અને દયાબેનના સંબંધમાં બબીતાજીને લઈને વાત કરી રહ્યા છે. તેઓ એક ભક્તને કહી રહ્યા છે કે, જેઠાલાલ છે તે તેની દયા સામે ઓછું જુએ છે અને બબીતાજીને વધુ જુએ છે. તેમનું પારિવારિક જીવન પણ બગડવાનું હતું. આ કારણે તો દયા શો છોડીને ભાગી ગઈ. હજુ જોઈ લે બબીતાને.

તેઓ વધુમાં કહે છે કે, જુઓ સંતોની તપસ્યા કોણ બગાડતું હતું, અપ્સરાઓ બગાડતી હતી અને જેઠાલાલનું પારિવારિક જીવન જે બગાડી દીધું, આ કારણે દયા શો છોડીને જતી રહી. જેથી તમે પડોશીને તો નથી જોતા વધારે, ઓછું જોવો છો? જણાવો? આ વીડિયો પર યૂઝર્સ વિવિધ પ્રક્રિયા આપી રહ્યા છે.

Tags :
indiaindia newsJethalalTarak Mehta Ka Ulta Chashma
Advertisement
Advertisement