રાજસ્થાનમાં જીપ-કાર વચ્ચે ટક્કર: પાંચના મોત
રાજસ્થાનના બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ વિશે રાજસ્થાન પોલીસે એક મીડિયાને જાણકરી આપી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત મેગા હાઇવે પર પાયલા ગામ નજીક ત્યારે થયો જ્યારે પરિવાર ડોક્ટર પાસે જઈને અને ઘરવખરી ખરીદીને ઘરે પરત ફરી રહ્યો હતો. બાલોત્રાના એસપી હરિ શંકરે જણાવ્યું હતું કે કાર સામેથી આવતી જીપ સાથે અથડાઈ હતી, જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા હતા અને આઠ અન્ય ઘાયલ થયા હતા.
હાલમાં, સિંધરી પોલીસે બંને વાહનો કબજે કર્યા છે અને અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મૃતકોની ઓળખ શિવલાલ સોની (60), તેમના પુત્રો શ્રવણ સોની (28), મનદીપ સોની (4), રિંકુ સોની (6 મહિના) અને બ્યુટી સોની (25) તરીકે થઈ છે.