JEE એડવાન્સનું પરિણામ જાહેર: રાજિત ગુપ્તા બન્યા ટોપર
IIT કાનપુર દ્વારા JEE એડવાન્સ્ડ 2025 પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે 2 જૂનના રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 360 પૈકી 332 માર્ક મેળવી રાજિત ગુપ્તા દેશભરમાં પ્રથમ આવ્યા છે. દેશભરમાંથી 1.82 લાખ વિદ્યાર્થીએ JEE એડવાન્સની પરીક્ષા આપી હતી. IIT, NIT સહિતની સંસ્થાઓ માટે JEE એડવાન્સ લેવાય છે.પરીક્ષામાં આપનારા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને નોંધણી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ર
રજિત ગુપ્તાએ JEE મેન્સ 2025 પરીક્ષામાં 100 પર્સેન્ટાઈલ માર્ક્સ મેળવ્યા હતા. તેમનો ઓલ ઈન્ડિયા રેન્ક 16મો હતો. તેમણે JEE એડવાન્સ્ડ પરીક્ષામાં દેશભરમાં ટોપ કર્યું છે. હવે તે દેશના ટોચના IIT માંથી BTech કરશે. એડવાન્સ્ડ પરીક્ષા 18 મેના રોજ દેશભરના વિવિધ કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવી હતી. પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો આવતીકાલે, 3 જૂનથી IIT અને NITમાં પ્રવેશ માટે JoSAA કાઉન્સેલિંગમાં ભાગ લેવા માટે નોંધણી કરાવી શકે છે.
JEE એડવાન્સ 2025 ટોપર્સ લિસ્ટ
રજિત ગુપ્તા
શશમ જિંદાલ
માજિદ મુજાહિદ હુસૈન
પાર્થ મંદાર વર્તક
ઉજ્જવલ કેસરી
અક્ષત કુમાર ચૌરસિયા
સાહિલ મુકેશ દેવ
દેવેશ પંકજ ભિયા
અર્ણવ સિંહ
વડલામુડી લોકેશ