જયા બચ્ચને હાથ ઝાટકીને મહિલા ફેન્સને ખખડાવી
મનોજ કુમારની પ્રાર્થના સભા દરમ્યાનનો વીડિયો વાયરલ
દિગ્ગજ એક્ટર મનોજ કુમારની પ્રાર્થના સભામાં આવી હતી. આ દરમિયાન અનેક ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી. આમિર ખાન, નીલ નિતિન મુકેશ, ફરહાન અખ્તર સહિત અનેક સ્ટાર્સ પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આ દરમિયાન જયા બચ્ચનનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક મહિલા પર ગુસ્સે થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
મનોજકુમારની પ્રાર્થના સભામાં પહોંચેલી જયા બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા જયા બચ્ચનના ખંભા પર પાછળથી હાથ રાખે છે જેને લઈને જયા બચ્ચન તેના પર ગુસ્સે થાય છે. જે પાછળ વળીને જુએ છે અને તેનો હાથ પકડીને ઝાટકી નાખે છે. વીડિયો જોતા એ સ્પષ્ટ થાય છે કે મહિલા તેમની સાથે ફોડો કે વીડિયો લેવા માંગતી હતી. તેમના પતિના હાથમાં ફોન હતો. જો કે જયા બચ્ચન બંને પતિ પત્ની પર ગુસ્સે થઈ હતી. જેને લઈને બંનેએ હાથ જોડ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા હતા. જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતાં લોકોએ તેમના આ વર્તન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં ટ્રોલિંગ કરી હતી.