જટામાંસી-આયુર્વેદની મહાઔષધી જેના સેવન માત્રથી માનસિક અને શારીરિક રોગો જડમૂળથી દૂર થઈ જાય છે
જટામાંસી એક ખાસ ઔષધીય વનસ્પતિ છે જેમાં ઘણા સ્વાસ્થ્ય લાભો છે, જે મુખ્યત્વે હિમાલયના પ્રદેશોમાં ઉગે છે. તેને બાલછાડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં હજારો વર્ષોથી વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે કરવામાં આવે છે. આટલું જ નહીં અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ છે જેનો ઈલાજ જટામાંસીથી ઘરે જ કરી શકાય છે. ચરકે તેનો સમાવેશ સંજ્ઞાસ્થાપનચેતના લાવનાર ગણમાં કરેલ છે.જેના પરથી તેની અગત્યતાનો ખ્યાલ આવી શકે છે.આજકાલ જટામાંસીના મૂળ, મૂળનો પાઉડર અને જટામાંસીમાંથી બનતી અન્ય વસ્તુઓ બજારમાં સરળતાથી મળી રહે છે. જટામાંસી એ પિત્તસારક ગુણ ધરાવે છે જેથી કમળો અને લીવરનાં સોજાની તકલીફ વખતે તેનો ઊકાળો થોડી માત્રામાં આપવાથી તે ભૂખ લગાડે છે, પિત્તને ઝાડા વાટે બહાર કાઢે છે.જટામાંસી ઊલટી કરાવનાર હોવાથી તે ઓછી માત્રામાં આપવું હિતાવહ છે .જે વધુ માત્રામાં લેવાઈ જાય તો ઊલટી કરાવી નાંખે છે.અને પિત્ત ઊપરનાં ભાગે નીકળે તો અન્ય બીજી તકલીફો ઊભી કરી શકે છે.
માથાનો દુખાવો જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને બાહ્ય શિરોભ્યંગ સ્વરૂૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે, જ્ઞાનતંતુના વિકારની અન્ય ઔષધો હિંગ, કસ્તૂરી વગેરે કરતાં પણ જટામાંસી ત્વરિત અને બળપૂર્વક સારું પરિણામ આપે છે.
જટામાંસી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જટામાંસીમાં વિશેષ ઘટકો હોય છે જે ચિંતા, તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓને દૂર કરે છે અને તમારો મૂડ સુધારે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો અનિદ્રાની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જો કે, જટામાંસીના ઉપરોક્ત સ્વાસ્થ્ય લાભો વ્યક્તિગત અભ્યાસો અથવા પ્રાચીન તબીબી પ્રણાલીઓ પર આધારિત છે અને દરેક વ્યક્તિના શરીર પર તેની વિવિધ અસરો હોઈ શકે છે.
માસિક સંબંધી રોગો માસિક વખતે અશહ્ય પીડા થતી હોય તથા માસિક સ્ત્રાવ નિયમિત ન હોય તેવી સ્થિતિમાં જટામાંસી લાભદાયી છે અને ખાસ કરીને માસિક સ્ત્રાવના આગળના દિવસોમાં જોવા મળતી શારીરિક અને માનસિક તકલીફોમાં જટામાંસી ઊત્કૃષ્ટ પરિણામ આપે છે.
ત્વચાના રોગોને મટાડવા માટે જાણીતી એક આયુર્વેદિક ઔષધિ જટામાંસી છે. આ ઔષધિ તેલ, અત્તર અને દવા તરીકે વપરાય છે.જટામાંસીના નાગરમોથ જેવા જટાવાળાં સુગંધી મૂળ બજારમાં મળે છે. એ વાત રોગ પર કામ આવે છે. જટામાંસી ઔષધિ મગજ અથવા માથાના દુખાવા નો ઉપચાર છે. તે ફક્ત પર્વતો પર બરફમાં ઉગે છે. તેના મૂળ દવા તરીકે વપરાય છે.
આયુર્વેદની દ્રષ્ટિએ, જટામાંસી ઘણા ઔષધીય ગુણથી ભરેલી છે, જે રોગપ્રતિકારક શક્તિ, હૃદય, બ્લડ પ્રેશર વગેરે રોગો સામે રક્ષણ આપે છે. તે ધબકારાને સંતુલિત રાખવામાં પણ ફાયદાકારક છે. તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે.તે પચવામાં તીખી છે. અનિદ્રાની સમસ્યા હોય તો જટામાંસીના મૂળના એક ચમચી પાવડરને સૂવાના સમયે એક કલાક પહેલાં તાજા પાણી સાથે લેવાથી ફાયદો થાય છે. જટામાંસી નિંદ્રાની ગુણવત્તામાં સુધારો કરે છે અને અનિદ્રા ઘટાડે છે.જટામાંસીનું સેવન કરવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. જટામાંસીના મૂળમાં ઘણા વિશેષ તત્વો મળી આવે છે, જે પેટમાં જઈને પાચનતંત્રને ઉત્તેજિત કરે છે. ખાટા ઓડકાર, પેટ ફૂલવું અને કબજિયાત જેવી ઘણી સમસ્યાઓ પણ તેના સેવનથી દૂર કરી શકાય છે.
જટામાંસી ડિપ્રેશન સામે લડવામાં મદદ કરે છે. શાંતિ અને સ્થિરતાની લાગણી દ્વારા હતાશા ઘટાડવા માટે જટામાંસી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તે બેચેની, ક્રોધ, હતાશા, ચીડિયાપણું, ઉંઘ અને શક્તિનો અભાવ પણ ઘટાડે છે. તે શક્તિમાં વધારો કરે છે. ગુલાબજળમાં જટામાંસીના મૂળ પીસીને પેસ્ટની જેમ ચહેરા પર લગાવો. આને કારણે થોડા દિવસોમાં ચહેરો ખીલશે.
આ ઔષધિ માનસિક થાકને દૂર કરીને મગજને પોષણ આપે છે. લાંબા થાકને લીધે ઘણા લોકો હતાશા અને તણાવથી પણ પીડાય છે. આ ઔષધિ તણાવને ઘટાડવામાં પણ મદદ કરે છે. જટામાંસી રક્તશુદ્ધિ પણ કરે છે.
જટામાંસી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અસરકારક છે
જટામાંસીમાં ઘણા એન્ટી-હાઈપરટેન્સિવ ગુણો જોવા મળે છે, જે હાઈ બ્લડ પ્રેશર બેલેંસ કરવામાં મદદ કરે છે. નિયમિતપણે જટામાંસીનું સેવન યોગ્ય કસરત સાથે કરવાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં ઘણો ફાયદો થાય છે.
જટામાંસીનો ઉપયોગ કેવી રીતે કરવો
-હૂંફાળા દૂધ અથવા પાણી સાથે
-ઉકાળો બનાવીને
-કેપ્સ્યુલ સ્વરૂૂપમાં
-ત્વચા પર પાવડર લગાવો
જો કે, જટામાંસી નો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો જોઈએ તે વિશે વધુ માહિતી માટે તમારા ડોક્ટર સાથે કંસલ્ટ કરીને ઉપયોગમાં લેવું.
જટામાંસી માં ખૂબ સારા પ્રમાણમાં વિશેષ ઘટકો છે જેનો ઉપયોગ અલગ અલગ બીમારીઓ માટે કરી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.