For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશે

11:25 AM Jun 24, 2025 IST | Bhumika
આંધ્રપ્રદેશની જાન્હવી અવકાશમાં જનાર પ્રથમ ભારતીય બનશે

આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના પાલાકોલ્લુની દાંગેતી જાહ્નવી 2029 માં અવકાશમાં જવા માટે તૈયાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં સ્નાતક, જાહ્નવી NASAના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય હવા અને અવકાશ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય બનવાનું ગૌરવ ધરાવે છે.

Advertisement

જાહ્નવીને ટાઇટનના ઓર્બિટલ પોર્ટ સ્પેસ સ્ટેશનની મુસાફરી કરવા માટે પસંદ કરવામાં આવી છે, જે આગામી ચાર વર્ષમાં ઉદ્ઘાટન થનાર યુએસ સ્થિત પ્રોજેક્ટ છે. તેણીયે તેના વતન પાલાકોલ્લુમાં તેનું મધ્યવર્તી શિક્ષણ પૂર્ણ કર્યા પછી, પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી અંડરગ્રેજ્યુએટ અભ્યાસ પૂર્ણ કર્યો. તેના માતાપિતા, શ્રીનિવાસ અને પદ્મશ્રી, હાલમાં કામ માટે કુવૈતમાં રહે છે.

જાહ્નવી STEM શિક્ષણ અને અવકાશ આઉટરીચ ક્ષેત્રમાં સક્રિય જોડાણ માટે જાણીતી છે. તેણીએ ISROના શૈક્ષણિક કાર્યક્રમો માટે પ્રવચનો આપ્યા છે અને દેશભરની રાષ્ટ્રીય ટેકનોલોજી સંસ્થાઓ (NITs) સહિતની અગ્રણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા છે. તે નિયમિતપણે એનાલોગ મિશન, ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને લાંબા ગાળાની અવકાશ યાત્રામાં ગ્રહ વિજ્ઞાન અને ટકાઉપણું સંબંધિત વૈશ્વિક પરિષદોમાં ભાગ લે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement