BCCI પ્રમુખ મિથુન મનહાસ સામે જમ્મુ કોર્ટનું સમન્સ જારી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ મિથુન મન્હાસની મુશ્કેલીઓ વધી ગઈ છે. જમ્મુ અને કાશ્મીરની એક કોર્ટે મિથુન મનહાસ, જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA ) ના અધિકારીઓ અને પત્રકારોને ફોજદારી માનહાનિની ફરિયાદના સંદર્ભમાં સમન્સ જાહેર કર્યું છે. શરુઆતી નિવેદન નોંધ્યા પછી, ન્યાયિક મેજિસ્ટ્રેટ સુનિલ કુમારે જણાવ્યું હતું કે, ભારતીય નાગરિક સંરક્ષણ અદાલત હેઠળ પ્રસ્તાવિત આરોપીઓને સાંભળ્યા વિના સંજ્ઞાન લઈ શકાય નહીં. કોર્ટે તમામ આરોપીઓને 24 નવેમ્બર ના કરૂૂબરૂૂમાં અથવા વકીલ દ્વારા તેમના વાંધા અથવા બચાવ રજૂ કરવા માટે હાજર રહેવા નિર્દેશ આપ્યો હતો.
રિટાયર પોલિસકર્મી સુદર્શન મહેતાની ફરિયાદ પર કોર્ટે આ સમન્સ જાહેર કર્યું છે. ફરિયાદ અનુસાર પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને મોર્ડન ક્રિકેટ ક્લબ જમ્મુના લાંબા સમયથી પ્રશાસક સુદર્શન મહેતાએ JKCA ની પેટા સમિતિના સભ્યો મિથુન મન્હાસ, બ્રિગેડિયર અનિલ ગુપ્તા તેમજ માજિદ ડાર પર તેમના અધિકારક્ષેત્રની બહાર જવાનો અને સુપ્રીમ કોર્ટ અને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટ દ્વારા નિર્ધારિત લોઢા સમિતિના સુધારાઓને લાગુ કરવામાં નિષ્ફળ રહેવાનો આરોપ છે.
મૂળરૂૂપે જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ દાખલ કરવામાં આવ્યું હતું, અને પછીથી તેને સબ-જજની કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. તેમાં મિથુન મનહાસ અને અન્ય લોકો પર માનહાનિ, ન્યાયિક આદેશોની ખોટી રજૂઆત અને JKCA ના આંતરિક બાબતોના સંબંધમાં પદનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. સુદર્શન મહેતાએ મનહાસના BCCI પ્રમુખ તરીકે નામાંકનને પડકારતી રિટ અરજી દાખલ કર્યા પછી વિવાદ વધુ વકર્યો હતો.
