ભૂકંપના જોરદાર ઝટકાથી હચમચી ઉઠયું જમ્મુ કાશ્મીર,રિએક્ટર સ્કેલ પર 4.9ની તીવ્રતા
10:54 AM Aug 20, 2024 IST | Bhumika
Advertisement
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આજે સવારે સતત બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધવામાં આવી હતી. આ સાથે જ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે.
સ્થાનિક હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પહેલો ભૂકંપ સાંજે 6.45 કલાકે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બારામુલાથી 74 કિલોમીટર દૂર જમીનની અંદર પાંચ કિલોમીટર અંદર હતું. તેની તીવ્રતા 4.9 અંદાજવામાં આવી હતી.
Advertisement
થોડીવારમાં બીજો ભૂકંપ આવ્યો. તેનું એપી સેન્ટર બારામુલાથી 74 કિમી દૂર 10 કિમી ભૂગર્ભમાં હતું. તેની તીવ્રતા 4.8 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવ્યા બાદ લોકો ઘરની બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. લોકોના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાતો હતો.
Advertisement